- લોનના બહાને જ્ઞાતિબંધુ દસ્તાવેજ લઈ જઈ કર્યો ગેર ઉપયોગ
- વૃદ્ધના નામે સાડા છ કરોડનું ટ્રાજેક્શન
- વૃદ્ધે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી
ભાવનગર : શહેરમાં છાપરા વાળા મકાનમાં રહેતા વૃદ્ધ વ્યક્તિના નામે સાડા છ કરોડ રૂપિયાનું ટ્રાજેક્શન કરવામાં આવ્યું અને અઢી વર્ષે જયારે જીએસટી વિભાગનો પત્ર આવ્યો અને વૃદ્ધ વ્યક્તિએ અંગ્રેજીમાં આવેલો પત્ર શિક્ષિત વ્યક્તિ પાસે સમજયા તો ચોકી ઉઠયા. ભાવનગરના કુંભારવાડામાં છાપરા વાળા મકાનમાં રહેતા મહમંદ કથીરી નામના વૃદ્ધના આધાર પુરાવાનો કોઈક ગેરલાભ ઉઠાવતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વૃદ્ધના નામે સાડા છ કરોડનું ટ્રાજેક્શન બાદ પોલીસ ફરિયાદ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહમંદ કથીરી નામના વ્યક્તિના આધાર પુરાવાનો કોઈ ગેરલાભ ઉઠાવી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્ઞાતિ બંધુ મોહીનમિયા મહમંદમિયા સૈયદ નામના વ્યક્તિ અઢી વર્ષ પહેલા મહમદભાઈ પાસે આવ્યો અને કહ્યું કોઈ કામ હોઈ તો કહેજો એટલે મહમંદ ભાઈએ કહ્યું લોનનું કરાવી દે મારે 50 હજારની જરૂર છે. એટલે મોહીનમિયાએ આધાર કાર્ડ, પાનકાર્ડ, લાઈટબિલ ,ફોટો અને ચૂંટણી કાર્ડ બધું લઇ ગયો અને બાદમાં પાંચ મહિના સુધી નહી આવતા મહમંદભાઈએ ફોન કરીને તેમના દસ્તાવેજો આપી જવા કહ્યુ હતું. અઢી વર્ષે જયારે જીએસટી વિભાગનો પત્ર આવ્યો કે, મહમંદ કથીરી અંગ્રેજી સમજી શક્યા નહિ અને એવી વ્યક્તિને બોલાવીને પત્રમાં શું છે તે જાણ્યું તો ચોકી ગયા. મહમંદ કથીરીએ DSP કલેકટર સહિત રજૂઆતો કરી અને જીએસટી વિભાગને પણ કહ્યું કે, તમે કોઈ પગલાં ભરો પણ ત્યાંથી પણ નનૈયો આવતા અંતે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મહમંદ કથીરીના દસ્તાવેજનો શું થયો ઉપયોગ ? ચેતવા જેવું
મહમંદ કથીરી વૃદ્ધને કોઈ કામ હોઈ તો કહો લોન કે, કોઈ બસ લોન શબ્દ આવતા આર્થીક ભીસમાં મહમંદ કથીરીએ પોતાના જ્ઞાતિ બંધુને વિશ્વાસના સહારે આધારકાર્ડ, પાનકાર્ડ,ફોટો અને લાઈટબીલ સાથે ચૂંટણી કાર્ડ આપ્યા અને તેની ઝેરોક્સના સહારે મોહીનમિયાએ તેનો ગેર ઉપયોગ કર્યો અને મહમંદ કથીરીના નામે ટીન નંબર લઈને વ્યવસાય શરુ કરી દીધો અને અંતે જયારે સાડા છ કરોડનું ટ્રાજેક્શન થયું એટલે ટેક્સથી લઈને બધી બાબતો કાયદાકીય રીતે મહમંદ કથીરીના ઘરે પહોંચી. ખોટી સહીઓ કરીને મહમંદભાઈના દસ્તાવેજોનો ગેર ઉપયોગ થયો એક વિશ્વાસમાં મહમંદભાઈ કથીરીને આજે પોલીસ સ્ટેશનના પગથીયા ચડવાનો સમય આવ્યો છે. જ્યારેે એએસપીએ ફરિયાદના આધારે કાર્યવાહી કરવાની બાહેંધરી આપી છે પણ લોકોને ચેતવા જેવું છે કે, માત્ર મોબાઈલનો ઓટીપી નહી પણ આપના આધારપુરાવા પણ મહત્વના છે.