ભાવનગરના તળાજા લોકઆપમાં પૂછપરછમાં લવાયેલા શખ્સ મહમદભાઈ લાખાણીનું લોકઅપમાં મોત થતા હાહાકાર મચી ગયો છે. મહમદભાઈ પાલીતાણાના રહેવાસી છે અને પોલીસે તેમને પશુને કતલખાને મોકલવા જેવી બાબતમાં પૂછપરછમાં લાવ્યા હતા. લોકઅપમાં મોત બાદ તેનો મૃતદેહ PM માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડયા બાદ પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો.
પરિવારે પોલીસ સામે માર મારવાનો આક્ષેપ કર્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે માગણી કરી હતી. સર ટી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને સમાજના આગેવાનો અને કલેક્ટર સુધી લેખિત માગ કરી હતી.