ETV Bharat / state

દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર મામલામાં પોલીસને મળી સફળતા - લઠ્ઠાકાંડ

બોટાદ લઠ્ઠાકાંડમાં (Botad Latthakand Case )એક બાદ એક લોકો મોતને ભેટી રહ્યા છે. આ ઘટના બાદ ઘણા લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ભાવનગર હોસ્પિટલમાં અજીબ ઘટના બની રહી છે. હોસ્પિટલમાંથી લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા હતા. આ બાદ પોલીસ તેમાથી 3 દર્દીઓને શોધી કાઢ્યા છે.

લઠ્ઠાકાંડ બાદ અજીબ ઘટના, દર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર

author img

By

Published : Jul 27, 2022, 3:10 PM IST

Updated : Jul 28, 2022, 12:03 PM IST

ભાનગરઃ બોટાદના લઠ્ઠાકાંડે (Botad Latthakand Case) સમગ્ર રાજ્યને ગજવી મૂક્યું છે. લઠ્ઠાકાંડમાં એકબદ એક લોકો મોતને ભેટી રહ્યા છે. ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં વધુ 2 લોકોના મોત થતા મોતનો આંકડો 41ને પાર (Death in Lathtakad )પહોંચ્યો છે. બીજી તરફ ભાવનગર હોસ્પિટલમાં અજીબ ઘટના બની રહી છે. બોટાદ લઠ્ઠાકાંડ બાદ સારવાર માટે આવેલા દર્દીઓ પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલ છોડીને જતા રહ્યા છે. સિવિલ સર્જને સ્વીકાર્યુ કે 13 જેટલા દર્દીઓ ચાલુ સારવારે જતા રહ્યા હતા. આ બાદ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને આજે તેમાથી 3 દર્દીઓને ફરીથી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. બોટાદ લઠ્ઠાકાંડમાં અસર ગ્રસ્ત દર્દીઓને નજીકની ભાવનગર સિવિલ હોસ્પિટલમાં(Bhavnagar Civil Hospital) 90 જેટલા દર્દીઓને ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ લઠ્ઠાકાંડ

આ પણ વાંચોઃ લઠ્ઠાકાંડના વિરોધમાં NSUI આવી મેદાને

18 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા - બોટાદ લઠ્ઠાકાંડમાં ભોગ (Botad Latthakand)બનેલા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં 90 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 દર્દીના મોત થયા છે. અહીં આવેલા 100 દર્દીઓ પૈકી 10 દર્દીને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાંથી લઠ્ઠાકાંડનો ભોગ બનનાર લોકો હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા છે. અત્યાર સુધીમાં કુલ 18 દર્દીઓ હોસ્પિટલમાંથી જતાં રહ્યા છે. હોસ્પિટલ દ્વારા આ દર્દીઓના નામનું લિસ્ટ બનાવી તેઓને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મૃતકોના પોસ્ટમોટમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા - હાલ હોસ્પિટલમાં દર્દીઓની ડાયાલિસીસથી વધુ રિકવરી થાય છે. હાલ 54 દર્દીનું પ્રથમ ડાયાલિસીસ કરવામાં આવ્યું છે. 10 દર્દીનું સેકન્ડ ડાયાલિસીસ કરવામા આવ્યું છે. અમદાવાદ સિવિલની ટીમ 10 ડાયાલિસિસ મશીન સાથે સર.ટી હોસ્પિટલ આવી છે. હાલ 51 દર્દીઓ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં એક જ દર્દી ક્રિટિકિલ હાલતમાં છે. તમામ મૃતકોના પોસ્ટમોટમ કરી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે. હોસ્પિટલના તમામ તબીબી, મેડિકલ વિદ્યાર્થીઓ એક ટીમ બની કામ કર્યું છે.

આ પણ વાંચોઃ પોલીસ હપ્તા લેતી હોવાની ફરીયાદ : લઠ્ઠાકાંડમાં મોતનો તાંડવ વધતા પોલીસ પર સવાલો

પોલીસ કામે લાગી - લઠ્ઠાકાંડમાં સૌથી વધુ અસરગ્રસ્તો બોટાદ, બરવાળા અને રાણપુરના લોકો છે. બોટાદ પોલીસે તમામ ટીમો બે દિવસથી કામે લગાડી છે. આ વિશે બોટાદ એસપી ડો.કરણરાજ વાઘેલાએ કહ્યુ કે, હાલ અલગ અલગ ટીમો કામ કરી રહી છે. 5 ટીમો બરવાળા અને 4 ટીમો રાણપુરમાં ગોઠવી છે. અમારી બોટાદની જનતાને અપીલ છે કે, જે પણ લોકો ધ્યાને આવે કે તેમને કે આજુબાજુના કોઈને વોમિટિંગ, અંધારા આવતા હોય ચક્કર આવતા હોય એ લોકો સામે આવે. પોલીસે તમામ ગામડાઓની બહાર એમ્બ્યુલન્સ મૂકી છે. સીએચસી સેન્ટર પર એમ્બ્યુલનસો સ્ટેન્ડ બાય છે. કોઈ પણ વ્યક્તિ બે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતા હોય તો પોલીસનો સંપર્ક કરો. હજુય કોઈને લક્ષણ દેખાય તો સામે આવે અમે સારવાર કરાવીશું. પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી વ્યસનની ટેવવાળાઓનો સંપર્ક શરૂ કર્યો છે.

Last Updated : Jul 28, 2022, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.