- કસણ ગામે ખેતરમાં કામ કરતી યુવતી પર દીપડા નો જીવલેણ હુમલો
- આરતી મકવાણા નામની 20 વર્ષીય મહિલાનું મોત
- આ વિસ્તારમાં દીપડાના હુમલાની પ્રથમ ઘટના
ભાવનગરઃ મૂળ ગોપનાથ રાજપરાના વતની શામજીભાઈ મકવાણાનો પરિવાર મહુવા તાલકુના કસણ ગામે ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે આચનક સાંજે 7 કલાકે દીપડાએ હુમલો કરતા શામજીભાઇની પુત્રી આરતી ઇજાગ્રસ્ત થઇ હતી. જેને મહુવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી.
- દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માગ
શામજીભાઈ અને તેમનો પરિવાર દિવાળીના તહેવાર બાદ ખેતરમાં કપાસ વીણવાનું કામ કરતા હતા. જ્યારે ખેતર માલિકના કહેવા મુજબ આ હુમલો અચાનક જ થયો હતો. દીપડો આ બાજુ દેખાય છે તેવા સમાચાર મળતા રહે છે પણ જીવલેણ હુમલો પહેલીવાર થયો છે અને સરકાર અને ફોરેસ્ટ આ બાબત ધ્યાનમાં લઇને દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.