ETV Bharat / state

પાલીતાણાની આ સંસ્થા થકી હજારો મહિલાઓ આત્મનિર્ભરતા બની, સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરાવ્યું - જૈનાચાર્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં 1957ની સાલથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત ભગિની મિત્ર મંડળના નેજા હેઠળ ચાલતી અને મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારોની મહિલાઓના સ્વાભિમાન સમાન સંસ્થા આજના સ્વૈચ્છિક આદર્શ પૈકીની એક ગણાય છે. વિવિધ હુન્નરો વિનામૂલ્યે તાલીમ સાથે સુંદર કેળવણી આપી આ સંસ્થા મહિલાઓને પગભર-આત્મનિર્ભર બનાવી રહી છે.

palitana
ભાવનગર
author img

By

Published : Jul 11, 2020, 3:00 PM IST

ભાવનગર: વિશ્વભરમાં જૈન તીર્થક્ષેત્ર તરીકે સદીઓથી પાલીતાણાનું નામ પ્રખ્યાત છે. દુનિયાભરમાં વસતો જૈન સમુદાય પોતાના જીવનમાં એક વખત તો અચૂક પાલીતાણાની મુલાકાત લે જ છે. પાલીતાણા જૈન સમુદાયના આધ દેવો ગુરુ ભગવંતો માટે પ્રચલિત છે. આ ઉપરાંત અહિંસાની મહાનગરી પાલીતાણા અત્રે થતી અલગ-અલગ સામાજિક સંસ્થાઓ જેમાં ખાસ કરીને મહિલા ઉત્થાન માટેની કામગીરી માટે પણ સારું એવું કાઠું કાઢ્યું છે.

પાલીતાણાની આ સંસ્થા થકી હજારો મહિલાઓ આત્મનિર્ભરતા બની, સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરાવ્યું

મહિલાઓ માટે ઉજ્વળ ભવિષ્ય એવી ભગિની મિત્ર મંડળ સંસ્થા એક જૈન સદ્ ગૃહસ્થ વર્ષો પૂર્વે કલકત્તાથી આર્થિક સંકડામણ અને વિશાળ કુટુંબ કબીલાના ભરણપોષણ અર્થે સ્થળાંતર કરી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવી વસ્યો હતો. આ પરિવારમાં લીલાબેન કપાસી નામની મહિલાએ પોતાના ગૃહસ્થાશ્રમના પ્રારંભિક દિવસોમાં દરેક પ્રકારે કષ્ટ વેઠ્યું હતું. એ દરમિયાન તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, મેં જે પ્રકારે ગરીબી યાતનાઓ વેઠી છે. એવી તકલીફ હવે પછી આવનાર સમયમાં ગરીબ મધ્યમ વર્ગની મહિલાઓને ન વેઠવી પડે. બસ આ મક્કમ નિર્ણય એ ભગિની મિત્ર મંડળનો પાયો નાખ્યો અને વર્ષ બાદ વર્ષ પસાર થતા ગયા અને દાતાઓનો સહયોગ કુશળ વહીવટી ટ્રસ્ટીગણની કાબેલિયતથી ફલશ્રુતિએ આજે આ સંસ્થા વિશાળ વટવૃક્ષ બની છે.

આ સંસ્થામાં કોઈપણ જાતના ભેદભાવ વિના એક પણ પૈસા તાલીમ ઇચ્છુક મહિલાઓ પાસેથી લીધા વિના પ્રવેશ આપી જે તે હુન્નરની અધતન તાલીમ આપી આત્મનિર્ભર બનાવી સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરાવે છે. આ સંસ્થામાં ખાખરા જેવા ફરસાણથી લઈને શિવણ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસ, કોમ્પ્યુટર ક્લાસ, ડાન્સિંગ ક્લાસ સહિતના વર્ગો ચાલે છે. આ ઉપરાંત ફરસાણ બનાવવા માટે ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે. અત્રે બનાવવામાં આવતા ખાખરા રાજ્યો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી લઈને વિદેશમાં પણ મોકલવામાં આવે છે. જૈનાચાર્યો સાધુ ભગવંતો સહિતના સાધકો માટે વિનામૂલ્યે ખાખરા સહિતની વાનગીઓ પીરસવામાં આવે છે.

લોકડાઉનના સમયમાં 600થી વધુ જરૂરિયાત મંદ મહિલાઓ આ મંડળમાં તાલીમ લઇને આત્મનિર્ભર બની છે. આ ઉપરાંત મહિલાઓ માટે સહકારી મંડળી પણ ચલાવવામાં આવે છે. ખરેખર પાલીતાણા સ્થિત ભગિની મિત્ર મંડળ આ મહિલાઓનું ગૌરવ ગણાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.