ભાવનગર: શહેરની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીની (Bhavnagar Primary School) સંખ્યામાં વધારો કોરોનાકાળ બાદ જોવા મળ્યો છે. 2019 બાદ 2020માં સંખ્યા ઘટેલી નોંધાઇ અને બાદમાં 2021માં સંખ્યામાં વધારો નોંધાયો છે. શાસકોએ પોતાનો મત મુક્યો તો વિપક્ષના સભ્યએ પોતાનો મત મૂક્યો છે. ઉનાળાની આકરી ગરમીઆ એટલે બાળકોને વેકેશનનો સમય તો શાળાઓમાં (Government schools of Bhavnagar) પણ નવા પ્રવેશ માટેનો સમય કહેવામાં આવે છે. સરકારી શાળાઓમાં ઘટતી સંખ્યા અચાનક વધી ગઈ તો વિપક્ષના સભ્યએ કટાક્ષ કર્યો છે. શાળાઓમાં સંખ્યા વધવા પાછળ કારણ શું ? અને શું છે સ્થિતિ ?
આ પણ વાંચોઃ Bhavnagar Exam paper Theft : ભાવનગરની પ્રાથમિક શાળામાં ચોરી કરનારની કબુલાત આવી સામે
સરકારી શાળામાં છેલ્લા ત્રણ વર્ષમાં વિદ્યાર્થીની સંખ્યા - ભાવનગર મહાનગરપાલિકાની( Bhavnagar Municipal Corporation)નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાઓ છેલ્લા 10 વર્ષમાં ઘટતી ગઈ અને આજે 55 શાળાઓ છે. 2019માં માત્ર 1 ધોરણમાં સંખ્યા 2560 હતી, જે વર્ષ 2020માં 2,480 થઈ એટલે ઘટી હતી. 2019માં 1થી 8 ધોરણમાં 22,518 સંખ્યા હતી. જે 2020માં 22.175 થઈ એટલે 400ની સંખ્યા ઘટી હતી. શિક્ષણ સમિતિના ચેરમેને 2021માં સંખ્યા કુલ 23886 થતા 1711ના વિદ્યાર્થીના વધારાને પોતાની શિક્ષણ સમિતિની શાળાની શ્રેષ્ઠ કામગીરીને શ્રેય આપ્યો છે.
વિપક્ષના શિક્ષણ સમિતિના સદસ્યના ચાબખા શાસક પર - શિક્ષણ સમિતિની કોરોના પહેલાની સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ કોરોના આવ્યા બાદ ફરી અર્થતંત્રમાં લોકોની આર્થિક સ્થિતિ કેવી તે મુદ્દે વિપક્ષી સદસ્યએ વાર કર્યો છે. શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિના શાસકોએ હરખાવાની જરૂર નથી. જે 2021માં વધારો વિદ્યાર્થીઓનો થયો છે તે એ પરિવારો છે જેને કોરોનાકાળમાં આર્થિક ફટકો લાગ્યો છે. મજબૂરીમાં તેવા વાલીઓએ સરકારી શાળામાં પોતાના બાળકોને પ્રવેશ અપાવ્યો છે. છેલ્લા 25 વર્ષથી શાસકો શાસનમાં છે 88 શાળાની 55 શાળા થઈ ગઈ તે જોતા નથી.