ETV Bharat / state

બોટાદ સાબરમતી રેલવે લાઇન પર 100 ની સ્પીડે ટ્રાયલ, જાન્યુઆરી બાદ ટ્રેન શરૂ થવાના એંધાણ - ભાવનગર અમદાવાદ સાબરમતી ગેજ કન્ઝર્વેશન પૂર્ણ ટ્રાયલ

ભાવનગર શહેરને અમદાવાદ સાથે ટૂંકું જોડાણ રેલવે મારફત 2017માં બંધ થઈ ગયું હતું. સુરેન્દ્રનગર થઈને 6 કલાકથી વધુ સમયમાં અમદાવાદ ટ્રેન મારફત પહોંચાતું હતું. પરંતુ રેલવે હાલમાં ગેજ કન્ઝર્વેશન પ્રક્રિયા પૂર્ણ કરતા રેલવેના CRS વિભાગે ટ્રાયલ લીધી છે. બે ભાગમાં લેવાયેલી આ ટ્રાયલ બાદ પ્રથમ માલગાડીને મંજૂરી મળી શકે છે. અને બાદમાં 2022 ના જાન્યુઆરી થી માર્ચ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થવાની શક્યતાઓ સેવાય રહી છે.

હવે ભાવનગરથી અમદાવાદ ઓછા સમયમાં પહોંચાશે જાન્યુઆરી બાદમાં ટ્રેન શરૂ થઈ શકે છે

author img

By

Published : Oct 20, 2021, 7:30 AM IST

Updated : Oct 20, 2021, 1:11 PM IST

  • ભાવનગરનું અમદાવાદ સાથેનું ટૂંકું જોડાણ હાલમાં રસ્તા મારફરતે
  • ભાવનગર અમદાવાદ સાબરમતી ગેજ કન્ઝર્વેશન ટ્રાયલ યોજાઈ
  • આશરે 200 કરોડથી વધુનો પ્રોજેકટ પૂર્ણ થયાના સિગ્નલ મળી

ભાવનગરઃ ભાવનગરનું અમદાવાદ સાથેનું ટૂંકું જોડાણ હાલમાં રસ્તા મારફરતે છે, ત્યારે રેલવે સાથેનું જોડાણ ગેઝ કન્ઝર્વેશન(Gauge Conservation)ના પગલે અટકેલું છે. જો કે લોકો માટે સારા સમાચાર છે કે, રેલવેએ બોટાદથી અમદાવાદ ગેજ કન્ઝર્વેશન થયા બાદ ટ્રાયલ લેવામાં આવી તે સફળ થઈ છે. રેલવે હાલમાં ગેજ કન્ઝર્વેશન પ્રક્રિયા પૂર્ણ કરતા રેલવેના CRS વિભાગે ટ્રાયલ લીધી છે. બે ભાગમાં લેવાયેલી આ ટ્રાયલ બાદ પ્રથમ માલગાડીને મંજૂરી મળી શકે છે. અને બાદમાં 2022 ના જાન્યુઆરી થી માર્ચ વચ્ચે પેસેન્જર ટ્રેન શરૂ થવાની શક્યતાઓ સેવાય રહી છે.

બોટાદ સાબરમતી રેલવે લાઇન પર 100 ની સ્પીડે ટ્રાયલ

ભાવનગર રેલવે ડિવિઝને બોટાદ અમદાવાદ લાઇન પર ટ્રાયલ

ભાવનગરનું અમદાવાદના ટુંકા જોડાણનો વિલંબ રેલવેનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. બોટાદથી સાબરમતી મીટરગેજ લાઇન 2017માં બંધ કરીને બ્રોડગેજ લાઇન કન્ઝર્વેશન( Broadgauge line conservation)કામ શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 200 કરોડથી વધુનો પ્રોજેકટ પૂર્ણ થયાના સિગ્નલ મળી ગયા છે. રેલવે વિભાગના CRS ( કમિશનર ઓફ રેલવે સેફટી) એ શનિવારે અને સોમવારે એમ બે ટ્રાયલ કર્યા છે. CRS વિભાગ દ્વારા બોટાદથી લઈને લોથલભુરખી સુધી ટ્રાયલ કરવામાં આવી હતી. CRS અને અન્ય એન્જીનયરોની ટીમ દ્વારા બાદમાં સોમવારે લોથલભુરખીથી સાબરમતી સુધી ટ્રાયલ કરવામાં આવી છે. આ બંને ટ્રાયલ સફળ ગઈ છે પરંતુ હજુ CRS દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી તેમ રેલવેના ડીસીએમ માશુક અહમદે જણાવ્યું હતું.

પેસેન્જર ટ્રેનને આગામી દિવસોમાં મંજૂરી

ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા બોટાદ અને સાબરમતી ગેજ કન્ઝર્વેશન બાદ શનિવારે CRS ( કમિશનર ઓફ રેલવે સેફટી) દ્વારા 100 ની સ્પીડે બોટાદથી લોથલભુરખી ટ્રાયલ કરાઈ બાદમાં એન્જીનિયરો સાથે સાબરમતી સુધી ટ્રાયલ કરાઈ છે. રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ માલગાડી ચલાવવા માટે પ્રથમ મંજૂરી મળી છે. અને બાદમાં પેસેન્જર માટે CRS મંજૂરી આપી શકે છે. ગાંધીગ્રામ સ્ટેશનનું કામ બાકી હોવાને પગલે હજુ બે માસ લાગી શકે છે, એટલે પેસેન્જર માટે આગામી દિવસોમાં 2022 જાન્યુઆરી,ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં CRS પેસેન્જર માટે મંજૂરી આપે તો નવાઈ નહિ. ટ્રેનની ટ્રાયલ ગોધનેશ્વર સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. જે સ્ટેશન ધોળકા બાદ રેલવે લાઇન પર આવે છે.

આ પણ વાંચોઃ Ghogha RORO Ferry Service 3 મહિનાના મેઈન્ટેનન્સ પછી આવતીકાલથી ભાવવધારા સાથે ફરી શરૂ થશે

આ પણ વાંચોઃ Bhavnagar Market Yard માં મગફળીના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવ, 4619 રજિસ્ટ્રેશન થયાં

Last Updated : Oct 20, 2021, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.