ETV Bharat / state

ભાવનગરમાં નવલા નોરતાં સાથે દેશભક્તિનો સોનેરી સંગમ

ભાવનગર: નવલા નોરતાંને લઈને ઘડીયું ગણાઈ રહી છે, ત્યારે ગરબાના તાલે ઝૂમી ઉઠવા યુવાધન ઘેલું બન્યું છે. કલાના પિયર ભાવેણામાં નવધા ભક્તિના મહાપર્વ નોરતામાં માઁ જગદંબાની ઉપાસના સાથે મન મુકીને ગરબે રમવા યુવા હૈયાઓના પગ થરકી રહ્યા છે. ખેલૈયાઓએ સૌંદર્ય રૂપી ટેટુનો શણગાર સજી દેશ ભક્તિનો સુભગ સમન્વય કર્યો છે. તો આવો જાણીએ આ વખતે નવલા નોરતાંમાં કયા કયા ટેટુ ટ્રેન્ડમાં છે. ભાવનગરમાં રહેતી ભાગ્યશ્રી વિસરાણી તથા તેમનું ગૃપ છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં અવનવી થીમ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો ઉમદા પ્રયાસ કરે છે. આ વર્ષે પણ તેઓએ માઁ અંબાની ભક્તિ સાથે દેશપ્રેમને વણી લીધો છે.

ભાવનગરમાં નવલા નોરતાં સાથે દેશભક્તિનો સોનેરી સંગમ
author img

By

Published : Sep 27, 2019, 4:36 PM IST

યુવતીઓ નવ દિવસ દરમિયાન અંદાજે ૨૫થી ૩૦ હજારનો ખર્ચ કરી છે. ભાવનગરમાં છેલ્લા કેટલાક વર્ષથી પાશ્ચાત્ય સંસ્કૃતિને લોક ભાતીગળ પરંપરા સાથે વણી લઈ મનમોહક માહોલ રચાય છે. જેમાં રાસ ગરબાના સ્ટેપ્સથી લઈને પોતાની જાતને સજવા-ધજવા સુધીની બાબતો સામેલ છે. આજકાલ યુવાનોમાં ટેટુનો જબરદસ્ત ક્રેઝ છે. જેથી ભાગ્યશ્રી અને તેનું ગૃપ શરીર પર ટેટુ બનાવી દેશ ભક્તિને ઉજાગર કરી રહ્યા છે. જેમાં વિનામૂલ્યે મહત્વપૂર્ણ યોગદાન ટેટુ આર્ટિસ્ટ જય બારડ આપી રહ્યા છે.

ભાવનગરમાં નવલા નોરતાં સાથે દેશભક્તિનો સોનેરી સંગમ

જય બારડ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પાસેથી એકપણ પૈસો લીધા વિના વૉટર કલર વડે ટેટુ બનાવી આપે છે. હાલ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ તે વાતને ટેટુ રૂપે વણી લીધી છે. ટ્રાફિક તથા હેલ્મેટ અવરનેસ, અંતરિક્ષ ક્ષેત્રે મિશન ચંદ્રયાન સહિતના ટેટુઓ ચિત્રાવી દેશપ્રેમ તથા પોતાની લાગણીઓ લોકો સમક્ષ પ્રદર્શિત કરી છે. આમ, આ વખતે નવરાત્રીમાં ગરબાના રંગો સાથે ટેટુ વડે દેશભક્તિના રંગો પણ જોવા મળી રહ્યાં છે.

Intro:એપૃવલ : વિહારસર
ફોર્મેટ :પેકેજ

નવલા નોરતાં સાથે દેશ ભક્તિ નો સોનેરી સંગમ*

*યુવા હૈયા ઓએ શણગાર સજ્જા સાથે દેશ પ્રત્યે ની નિષ્ઠા દશૉવતો નવો માગૅ અખત્યાર કર્યો*

*કલમ ૩૭૦,મિશન ચંદ્ર યાન તથા ટ્રાફિક જન જાગૃતિ અર્થે ના ટેટુ શરીર પર ચિત્રાવી નવો ટ્રેન્ડ વાઈરલ કર્યો*
Body:નવલા નોરતાં ને લઈને ઘડીયુ ગણાઈ રહી છે ત્યારે ગરબાના તાલે ઝૂમી ઉઠવા યુવા ઘન ઘેલું બન્યું છે કલાના પિયર ભાવેણા માં નવધા ભક્તિ ના મહા પવૅ નોરતાં માં માઁ જગદંબા ની ઉપાસના સાથે મન મુકીને ગરબે રમવા યુવા હૈયાઓના પગ થરકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ એ આ વષૅ સૌંદર્ય શણગાર ના પાસાં માં ભક્તિ સાથે દેશ ભક્તિ નો સુભગ સમન્વય કર્યો છે*Conclusion:તો આવો જાણીએ નવલા નોરતાં ની તડામાર તૈયારીઓ કરી રહેલ ખેલૈયાઓ ની આજકાલ પ્રતિવષૅ સમગ્ર રાજ્ય માં તથા દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ જગત જનની માં આધ શક્તિ ના નોરતાં ની આસો સુદ એકમ થી પ્રારંભ થતાં માં ના નોરતાં નવ દિવસ ચાલે છે આ નવ દિવસ સુધી આબાલવૃદ્ધ સૌવ કોઈ પોતાની ઋચિ અનુરૂપ નોરતાં ની મન ભરીને ઉજવણી કરે છે પરંતુ યુવાની ના ઉંબરે પગ મુકતા યુવક યુવતીઓ માટે નવલા નોરતાં મન પસંદ અને અનેરી ખુશી લઈને આવે છે ત્યારે કલા ના પિયર તરીકે જગ વિખ્યાત ભાવેણા માં નોરતાં સંદર્ભે યુવાઓ દ્વારા કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે તેનો તા દશ્ય ચિતાર જાણીએ મધ્યમ વર્ગના યુવા-યુવતીઓ નવ દિવસ દરમ્યાન અંદાજે ૨૫ થી ૩૦ હજાર નો ખચૅ કરે છે ભાવનગર શહેર માં છેલ્લા કેટલાક વષૅથી પાશ્ચાત્ય સંસ્કૃતિ ને અત્રેની લોક ભાતીગળ પરંપરા સાથે વણી લઈ મન મોહક માહોલ રચે છે જેમાં રાસ ગરબા ના સ્ટેપ્સ થી લઈને પોતાની જાતને સજવા ધજવા સુધીની બાબતનો સમાવેશ થાય છે ભાવનગર માં રહેતી ભાગ્યશ્રી વિસરાણી તથા તેનું ગૃપ છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં અવનવી થીમ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનો ઉમદા પ્રયાસ કરે છે આ વષૅ તેઓએ માં અંબા ની ભક્તિ સાથે દેશ પ્રેમ ને વણી લીધો છે આજકાલ યુવાનો માં ટેટુ એટલે તળપદી ભાષામાં જેને છુંદણુ કહેછે તેનો જબરદસ્ત ક્રેઝ છે આથી ભાગ્યશ્રી અને તેના ગૃપના ખેલૈયાઓએ શરીર પર હંગામી ટેટુ બનાવડાવી દેશ ભક્તિ ને ઉજાગર કરી રહ્યા છે જેમાં વિનામૂલ્યે મહત્વ પૂર્ણ યોગદાન ટેટુ આર્ટિસ્ટ જય બારડ આપી રહ્યા છે જય સારાએવા કલાકાર તરીકે ઓળખાય છે તેઓ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને એકપણ પૈસો લીધા વિના વૉટર કલર વડે ટેટુ બનાવી આપે છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ જમ્મુ કાશ્મીર માથી કલમ ૩૭૦ નાબુદ કરી અખંડ ભારત નિર્માણ કાયૅને વેગવંતુ બનાવ્યું છે એ વાતને ખેલૈયાઓ એ ટેટુ ના રૂપે વણી લીધીછે ટ્રાફિક તથા હેલમેટ અવરનેસ અંતરીક્ષ ક્ષેત્રે ભારત નું મહત્વ પૂર્ણ પદાતૅપણ મિશન ચંદ્ર યાન સહિત ની બાબતો ના ટેટુ ઓ ચિત્રાવી દેશ પ્રેમ તથા પોતાની લાગણીઓ લોકો સમક્ષ મૂક રૂપે પ્રદર્શિત કરી રહ્યા છે આવી અનોખી અને મહત્વ પૂર્ણ બાબતો ભાવેણા માં સૌપ્રથમ વાર જોવા મળી રહી છે આવી સુંદર રજુઆત ને મુક્ત મને આવકારી તથા વખાણી પણ રહ્યા છે જે આદશૅ સમાજ રચનામાં એક મહત્વ પૂર્ણ વાત ચોક્કસ થી કહી શકાય*

બાઈટ :જય બારડ (આર્ટિસ , ભાવનગર )
બાઈટ :જિલ રૂપરેલીયા (ખેલૈયા , ભાવનગર )
બાઈટ :ભાગ્યશ્રી મસરાની (ખેલૈયા , ભાવનગર )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.