ETV Bharat / state

ભાવનગરમાં 552 કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ, પીએમ મોદી સહિત મહાનુભાવો કયા કારણે રહેશે ઉપસ્થિત જાણો - Maruti Impex Family Bhavnagar

ડાયમંડનો બહોળો બિઝનેસ ધરાવતા મારૂતિ ઈમ્પેક્ષ પરિવાર ભાવનગરના ઉદ્યોગપતિ સુરેશ લાખાણી ( Industrialist Suresh Lakhani ) 6 નવેમ્બરે પિતાવિહોણી 552 સર્વજ્ઞાતિય કન્યાઓનું કન્યાદાન કરશે. આ સમૂહ લગ્નોત્સવ (Mass Wedding in Bhavnagar ) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ સહિતના મહાનુભાવો ( PM Modi Gujarat Visit ) ઉપસ્થિત રહેશે.

ભાવનગરમાં 552 કન્યાઓનો સમૂહ લગ્નોત્સવ, પીએમ મોદી સહિત મહાનુભાવો કયા કારણે રહેશે ઉપસ્થિત જાણો

author img

By

Published : Nov 2, 2022, 9:31 PM IST

ભાવનગર હીરા ઉદ્યોગ ક્ષેત્રના ઉદ્યોગપતિ સુરેશ લાખાણી ( Industrialist Suresh Lakhani ) ઉર્ફે સુરેશ ભોજપરા પરિવાર ઘણાં વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે કાર્યરત છે. તેઓ દર વર્ષે આર્થિક રીતે પછાત તથા માબાપ વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રત સમાજમા પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યાં છે. ત્યારે આ વર્ષે ભાવનગર શહેરના જવાહરમેદાન ખાતે 6 નવેમ્બરે યોજાનાર સમૂહ લગ્નોત્સવ (Mass Wedding in Bhavnagar ) માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi Gujarat Visit ) તેમજ રાજ્યપાલ તથા કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇ માંડવીયા તથા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી સહિત ઉદ્યોગ જગતના માંધાતાઓ ઉપસ્થિત રહી કન્યાઓને આશીર્વાદ પાઠવશે.

પિતાવિહોણી 552 સર્વજ્ઞાતિય કન્યાઓનું કન્યાદાન

સુરક્ષા વ્યવસ્થાનો મોરચો પીએમ મોદી સહિતના મહાનુભાવોના આગમનને પગલે શહેરમાં નેશનલ સિક્યોરિટીના જવાનોએ સુરક્ષા વ્યવસ્થાનો મોરચો સંભાળી લીધો છે તેમજ ભાવનગર જવાહર મેદાન ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ સમૂહ લગ્નોત્સવ (Mass Wedding in Bhavnagar )માં રાજ્ય સાથોસાથ પરપ્રાંત અને વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહેશે.

તમામ મોરચે સેવાઓ સમગ્ર કાર્યક્રમને લઈને મારૂતિ ઈમ્પેક્ષ પરિવાર ( Maruti Impex Family Bhavnagar ) તથા રત્નકલાકારોની ટીમ દ્વારા તમામ મોરચે સેવાઓ સંભાળવામાં આવી રહી છે. ત્યારે ભાવનગરમાં સમૂહ લગ્નોત્સવ (Mass Wedding in Bhavnagar )નું આટલું વિશાળ આયોજન વિવિધ સમાજને એક કડીએ જોડવા માટેનું છે. આવા આયોજનો થકી સમાજ સેવાનો અવસર પ્રાપ્ત થયો છે તેમ સમગ્ર આયોજનના કોર્ડીનેટર ભરત કાકડીયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.