ભાવનગર: ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસે લોકોને ગુજરાતી ફિલ્મ જોવા તરફ વાળ્યા હતા. દેશી ભાષામાં આજનો તડકો છેલ્લા દિવસે આપ્યો હતો. ત્યારે એ ફિલ્મ જેવી જ બીજી ફિલ્મ આવી રહી છે. તારીખ 18 ઓગસ્ટના રોજ 3 એક્કા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. કોમેડી,ધમાલ અને એન્ટરટેઇન્મેન્ટ થી ભરપૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે 3 એક્કાના મુખ્ય કલાકાર ભાવનગર મુલાકાતે આવી પહોંચ્યા હતા. મલ્હાર ઠાકર,યશ સોની,મિત્ર ગઢવી,તર્જની અને ઈશીકાએ એક ખાનગી કોલેજમાં અને બાદમાં EP સિનેમામાં પ્રમોશન કર્યું હતું. ETV BHARATએ યશ સોની સાથે ખાસ વાતચીત કરી હતી. જાણો
પ્રશ્ન - નવી ફિલ્મ પગલે શું કહેવા માંગો છો અને શું દર્શાવવામાં આવ્યું છે ?
ઉત્તર - કેરેક્ટરની વાત કરીએ તો છેલ્લો દિવસ અને શું થયું છે તે ફિલ્મની ભાઈબંધી ફરી 3 એક્કામાં આવી રહી છે. છેલ્લો દિવસ અને શું થયું ફિલ્મ પગલે લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. લોકોની માંગણીઓ પરની આ ત્રણ એક્કા એવી ફિલ્મ કહેવાય જે લોકો ખૂબ ધમાલ કરવવાની છે મોજ કરવવાની છે જે આગામી 18 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે.
પ્રશ્ન - અત્યાર સુધીમાં અનેક રોલ, તમારો ફેવરિટ રોલ કયો ?
ઉત્તર - પર્ટિક્યુલર કોઈ રોલ કહી ના શકાય પણ દરેક રોલની પોતાની પ્રોસેસ છે. દરેક રોલની એક અલગ તૈયારી હોય છે. દરેક રોલ કંઈક શીખવાડી જાય છે એટલે દરેક રોલમાં અલગ અલગ માન છે. બધા રોલ મને પસંદ છે.
પ્રશ્ન - કોઈ એક રોલ હશે જે તો પસંદ હશે કયો ?
ઉત્તર - હું એટલે જ કહું છું બધા રોલને અલગ પ્રોસેસ અલગ તૈયારી અને ડિફેનસીટ કરવું ખૂબ અઘરું છે. જેમ કે રાડો જુઓ કે ફક્ત મહિલાઓ જુઓ કે નાડીદોષ જુઓ કે છેલ્લો દિવસ જુઓ તો બધા ડિફરન્ટ રોલ છે. એટલા બધા કેરેક્ટર છે અલગ પાત્ર છે જે કંઈક ને કંઈક અલગ શિપ પાડે છે, એટલે કોઈ એક માટે કેવું અઘરું છે.
પ્રશ્ન - છેલ્લા દિવસ બાદ ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ આવ્યો પણ થિયેટરમાં ગુજરાતીઓને ખેંચવામાં ક્યાંક ગુજરાતી ફિલ્મ કાચી પડી રહી છે ખૂટતું છે ? કેમ
ઉત્તર - ખૂટતું કરતા મોટો પ્રોબ્લેમ મને લાગે છે પાયરસી છે. આજે અમારા થકી મોટું કેમ્પેઈન શરૂ થયું છે સોફ્ટ પાયરેસી. આજે આપણી જોડે આપણી ગુજરાતી ફિલ્મ વધારે છે છતાં જે ગુજરાતી નથી તેવી ફિલ્મનું કલેક્શન વધારે છે. આપણી ફિલ્મનું કલેક્શન નથી, એવા આંકડા નથી જેને વિશ્વ લેવલે નોંધ લેવાય તેનું કારણ પાયરસી છે. આજે છેલ્લો દિવસ, ફક્ત મહિલાઓ માટે, નાડીદોષ જે બધી ગુજરાતી ફિલ્મ જોયેલી છે પણ તેના ફુલ ફોર્મ નથી. થિયેટર પર ટિકિટ બારી પર કંઈ દેખાતું નથી. આજે બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ છે પણ જે ગુજરાતની સંખ્યા છે તે પ્રમાણે કલેક્શન નથી. જો પાયરેસી રોકવામાં આવે તો આપણું ગુજરાત એવું રાજ્ય બને કે ભારત નહીં વિશ્વમાં ડંકો વગાડી શકે છે. આપણે પાયરેસી રોકીએ અને થિયેટરમાં ફિલ્મ જોવી જોઈએ તો ગુજરાતી ફિલ્મ જગત મજબૂત થશે.
પ્રશ્ન - ઘણા લાંબા સમય પછી બીજી એક ગુજરાતી ફિલ્મની જોડી તમારી આવી છે, નિર્માતા કાચા પડે છે ? શું લાગે છે ?
ઉત્તર - કોઈ નિર્માતા કાચા પડે તેવું નથી. કોઈ સ્ક્રીપ્ટ પસંદ કરવી કે ના કરવી તે સાથે મળીને ધ્યાનથી પગલાં લેતા હોય છે. અમારી જોડે થઈ શકે તેવી ફિલ્મ અમને બધાને સરસ લાગી હોય તેવી ત્રણ એક્કા ફિલ્મ અમે લઈને આવી રહ્યા છીએ.