ભાવનગર : ભાવનગર સંસ્કારીનગરી સાથે સંતભુમી પણ કહેવામાં આવે છે. ભાવેણા વાસીઓ પહેલેથી શિવમય રહ્યા છે. રજવાડાઓ અનેક શિવાલયો પણ બનાવ્યા છે. શિવલિંગનું અલગ અલગ મહત્વ રહેલું છે. રુદ્રાક્ષના, માટીના, પારાના અને સ્ફટિકના શિવલિંગ જોયા હશે પણ ક્યારેય મોતીના (Made Pearl Shivlings in Bhavnagar) શિવલિંગ જોયા છે ? 16108 મોતીના જ શિવલિંગ કેમ એ પણ જાણો.
બ્રહ્માકુમારીઝ સંસ્થાએ બનાવતા 16108 મોતીના શિવલિંગ
શિવરાત્રીએ ભગવાન શિવની (Shivratri Festival in Bhavnagar) પૂજાનું અહમ મહત્વ રહેલું છે. ભોળ્યાનાથને રિઝવો એટલે માંગો તેવું વરદાન મળી જાય છે. બ્રહ્માકુમારીઝના શીતલબેને જણાવ્યું હતું કે શિવરાત્રી નિમિત્તે ખાસ 16108 મોતીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. શિવ એ પરમાત્મા છે અને શિવલિંગ પૂજા એટલે પરમાત્મા સાથે એક થવાનો (Types of Shivling) માર્ગ કહેવામાં આવે છે. શિવરાત્રી નિમિત્તે જાહેર લોકો માટે દર્શન ખુલ્લા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સોમનાથ મહાદેવને કરાયો તલનો અલોકિક શણગાર, ભાવિકો બન્યા ભક્તિમય
શા માટે મોતીના શિવલિંગ બનાવવામાં આવ્યા
મોતીના શિવલિંગ વિશે બ્રહ્માકુમારીઝ શીતલબેને જણાવ્યું હતું કે, ભગવાન વિષ્ણુની ઉપાસના શિવ કરતા હોય છે. ત્યારે કૃષ્ણ ભગવાને 16106 ગોપીઓ હતી. તેથી 16108 મોતીના શિવલિંગ બનાવવામાં આવ્યા છે. મોતીનો ઉપયોગ એટલે માટે કરવામાં આવ્યો છે કે, મોતી જેવા સફેદ બનીને પોતાનું જીવન પણ સફેદ બનાવવામાં આવે તેવા હેતુથી બનાવવામાં આવ્યું છે. મોતીએ ચંદ્રનો કારક છે. ત્યારે મોતી એ મનને સ્થિર રાખે છે. કહેવાય છે જેનો ચંદ્ર ખરાબ તેનું જીવન ખરાબ થઈ જાય છે. આથી ચંદ્રને ધારણ કરનાર શિવ જ મોતીના બનાવવામાં આવ્યા છે.