- ભાવનગરમાં શાળાઓ અને કોલેજોનો પ્રારંભ
- તંત્ર દ્વારા SOP જાહેર કરવામાં આવી
- વાલી મંજૂરી આપ્યા બાદ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ
ભાવનગર :રાજ્ય સરકારના નિર્ણય બાદ ભાવનગરમાં મહામારીમાં શાળાઓ અને કોલેજોનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ભાવનગરની બીએમ કોમર્સ શાળામાં ETV BHARAT દ્વારા ચકાસણી કરી વિદ્યાર્થી અને આચાર્ય સહિત શિક્ષણ તંત્રના મત જાણ્યા હતા.
ભાવનગરની શાળાઓમાં આજથી ધોરણ 10 અને 12 માટે શાળાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ પ્રાર્થના બાદ ઘણા સમયે વિદ્યાર્થીઓએ બેલનો અવાજ સાંભળ્યો અને ઉત્સાહભેર મિત્રો સાથે પોતાના કલાસ રૂમમાં પ્રવેશ કર્યો હતો. જો કે, તંત્ર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. તેમજ સંમતિ પત્ર પણ આપવામાં આવ્યો છે. જેમાં વાલી મંજૂરી આપ્યા બાદ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ બાદ પણ શાળામાં વિદ્યાર્થીઓએ એક બીજાનો નાસ્તો અને પાણી કરવાના રહેશે નહીં. જેની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.