ETV Bharat / state

બગદાણાના માલધારી પરિવાર પર દીપડાએ કર્યો હુમલો, 3 લોકો ઈજાગ્રસ્ત - પાલિતાણા ફોરેસ્ટ વિભાગ

ભાવનગર: બગદાણા નજીકના વાવડી ગામે દીપડાનો માલધારી પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. હુમલા દરમિયાન ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી તેમજ પાંચ ઘેટાંના મોત થયા હતાં.

બગદાણાના માલધારી પરિવાર પર દીપડાએ કર્યો હુમલો, 3 લોકો ઈજાગ્રસ્ત
author img

By

Published : Sep 12, 2019, 1:33 PM IST

બગદાણા નજીકના વાવડી ગામે વન વિસ્તારમાં માલઢોરને ચારણ માટે લઈ ગયેલા એક માલધારી પરિવાર પર દીપડાએ અચાનક હુમલો કરી ત્રણ ગોવળને ઘાયલ કર્યા હતાં. 5 ઘેટાંને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ગંભીરતાનો માહોલ સર્જાયો હતો.

બગદાણાના માલધારી પરિવાર પર દીપડાએ કર્યો હુમલો, 3 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર જિલ્લાના બગદાણા પાસેના વાવડી ગામની સીમમાં દડ વીડી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આસપાસના ગામડાઓમાંથી અનેક માલધારી પરિવારો પોતાના પશુઓને ચોમાસા-શિયાળાની ઋતુના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખી વસવાટ કરે છે અને જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિર્વાહ ચલાવે છે.

માલધારી રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી દર વર્ષે પોતાના ઘેટા-બકરા સાથે ભંડારીયાની વીડીમાં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન કરે છે. જેમાં ગત રાત્રે દીપડો આવી ચડયો હતો અને માલધારી પરિવાર કશું સમજે વિચારે તે પૂર્વે એક બાદ એક ઘેટાંઓને નિશાન બનાવતાં હાજર માલધારીઓએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડાએ માલધારીઓ પર પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી, મયાભાઇ શામળદાસ ટોળીયા તથા મેહુલ રત્નાભાઈ સોલંકી પર હુમલો કરી નાસી છુટ્યો હતો. ત્રણેય ઈજાગ્રસ્તોને બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયા હતાં. ગંભીર હાલતની જાણ થતા વધુ સારવાર અર્થે ભાવનગર શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં રત્નાભાઈની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગને થતાં અધિકારી સહિત ન કાફલો ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Intro:એપૃવલ : કલ્પેશ સર
ફોર્મેટ : એવીબી

ભાવનગર
બગદાણા નજીક ના વાવડી ગામે દીપડાનો માલધારી પરિવાર પર હુમલો, ત્રણ વ્યક્તિ ને ઇજા, પાંચ ઘેટાં નું મારણ.

Body:બગદાણા નજીક ના વાવડી ગામે વન વિસ્તારમાં માલઢોરને ચારણ કરવતા એક માલધારી પરિવાર ની જોક પર દીપડાએ અચાનક હુમલો કરી ત્રણ ગોવળો ને ઘાયલ કરી 5 ઘેટાં ને મોતને ઘાટ ઉતારી દેતાં સિમ વગડે વસવાટ કરતા લોકોમાં ભય નો માહોલ છવાયો છેConclusion:ભાવનગર જિલ્લાના બગદાણા પાસે ના વાવડી ગામની સીમમાં આવેલ દડ વિડી વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આસપાસ ના ગામડાઓમાથી અનેક માલધારી પરિવારો પોતાના પશુ ઓને લઈને ચોમાસા-શિયાળા ની ઋતુ ના સમાપન સુધી હંગામી ધોરણે પડાવ નાખી વસવાટ કરે છે અને જંગલ વિસ્તારમાં પોતાના દુધાળા પશુઓને ચરાવી જીવન નિવૉહ ચલાવે છે આવા જ એક માલધારી રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી ઉ.વ.55 રે.પાદરગઢ તા,તળાજા વાળા દર વર્ષે પોતાના ઘેટાં-બકરા સાથે ભંડારીયા ની વીડી માં આવી કામચલાઉ ઝૂંપડી બાંધી પશુપાલન કરે છે જેમાં ગત રાત્રે દીપડો ઝોક પાસે આવી ચડયો હતો અને માલધારી પરિવાર કશું સમજે વિચારે એ પૂર્વે એક બાદ એક ઘેટાં ઓ ને નિશાન બનાવતાં હાજર માલધારીઓ એ દીપડા નો પ્રતિકાર કરતાં દીપડાએ માલધારી ઓ પર હુમલો કર્યો હતો આ હુમલામાં રત્નાભાઈ ઝાલાભાઈ સોલંકી ઉ.વ.55,મયાભાઇ શામળદાસ ટોળીયા ઉ.વ.33 રે.પાવઠી તા.તળાજા તથા મેહુલ રત્નાભાઈ સોલંકી ઉ.વ.21 રે પાદરગઢ વાળને ઈજાઓ કરી નાસી છુટ્યો હતો આ ઘટનાની જાણ આસપાસ અન્ય ગોવાળો ને થતાં તેઓ મદદે દોડી આવ્યાં હતાં ત્રણેય ઈજાગ્રસ્તોને ને બાઈક પર પ્રથમ બગદાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ત્યાં પ્રાથમિક સારવાર બાદ 108 દ્વારા તળાજા અને તળાજા થી વધું સારવાર અર્થે ભાવનગર શહેર ની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જયાં રત્નાભાઈ ની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ ની જાણ પાલિતાણા ફોરેસ્ટ વિભાગ ને થતાં અધિકારી સહિત નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી આ બનાવ ને લઈને સિમ વગડે વસવાટ કરતા ખેડૂતો પશુપાલકો માં ભય નો માહોલ વ્યાપી ગયો છે

બાઈટ :ગુણવંતભાઈ (ભોગબનાનર સબંધી )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.