ભાવનગર- શહેર જિલ્લામાં યોજાયેલી કલા ઉત્સવ સ્પર્ધામાં ખાનગી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સ્પર્ધામાં કલા ક્ષેત્રે સરકારી શાળાની વિધાર્થીનીએ પ્રથમ નંબરે રહીને અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી છે.(Krishna of Govt School bagged first place in art festival)
વિધાર્થીનીએ બાઝી મારી- કલાનગરી ભાવનગર હંમેશા કલાકારોથી અગ્રેસર આંતરરાષ્ટ્રીય કક્ષાએ રહ્યું છે. પરંતુ અહીંયા વાત બાળ કલાકારની છે, એ પણ સરકારી શાળાના બાળ કલાકારની! સરકારી શાળામાં શિક્ષણ સાથે કલામાં પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ બાઝી મારી રહ્યા છે. હાલમાં થયેલી કલા ઉત્સવ સ્પર્ધામાં વિધાર્થીનીએ બાઝી મારી છે.
![https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16305299_bhavnagar.jpg](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16305299_bhavnagar.jpg)
ક્રિષ્ના ગોહેલે પ્રથમ ક્રમાંક- ભાવનગર શહેરમાં કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર અને જિલ્લાની ખાનગી અને સરકારી શાળાઓમાંથી 67 થી વધારે 1 થી 8 ધોરણના બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શહેરના 47 સ્પર્ધકમાં ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાએ બાઝી મારી હતી. સ્પર્ધામાં જશોનાથની શાળા નમ્બર 47ની ધોરણ 8 ની વિદ્યાર્થીની ક્રિષ્ના ગોહેલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
![કલા ઉત્સવમાં સરકારી શાળાની ક્રિષ્ના પ્રથમ સ્થાને](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16305299_bhavnagar1.jpg)
5 થી 6 વર્ષથી ક્રિષ્ના ચિત્રો બનાવે છે- ભાવનગરની ક્રિષ્ના ગોહેલ ધોરણ 8 માં અભ્યાસ કરે છે. ક્રિષ્ના નાની ઉંમરથી ચિત્રોમાં રસ ધરાવે છે. કલા ઉત્સવમાં તેને રાત્રી દરમ્યાન શહેરોમાં ઘરે ઘરે લાગેલા તિરંગાનું ચિત્ર બનાવ્યું હતું. જેમાં ચંદ્રના દર્શન,તિરંગાના દર્શન પણ થાય છે. ક્રિષ્નાની માતાએ જણાવ્યું હતું કે છેલ્લા 5 થી 6 વર્ષથી ક્રિષ્ના ચિત્રો બનાવે છે. કોઈ પણ ચિત્રો તે આરામથી બનાવી લે છે.
![કલા ઉત્સવમાં સરકારી શાળાની ક્રિષ્ના પ્રથમ સ્થાને](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16305299_bhavnagar2.jpg)
શિક્ષણ બાદ કલા ક્ષેત્રે સરકારી શાળાની સિદ્ધિ- ભાવનગર શહેર જિલ્લાની યોજાયેલી કલા ઉત્સવ સ્પર્ધામાં શહેરની દરકારી શાળાની વિદ્યાર્થીની કલાએ ખાનગી શાળાઓને પછાડી છે. શહેર અને ક્લસ્ટરમાં પ્રથમ રહીને અન્ય સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં પ્રેરણા ભરી છે અને આત્મવિશ્વાસથી સફળતા જરૂર મેળવી શકાય છે તે સાબિત કર્યું છે.