ETV Bharat / state

Junior Clerk Paper : જુનિયર ક્લાર્ક પેપર ફૂટી જવાનું લાગી આવતા યુવતીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ - સરટી હોસ્પિટલ

જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા ગરીબ પરિવારના (Junior Clerk Paper) પરિક્ષાર્થીઓ માટે ઘાતકરૂપ બની છે. આર્થિક રીતે નબળા પરિવારની યુવતીએ ઝેરને અજમાવીને જિંદગીને પડકાર ફેંક્યો છે. જીવન મરણ વચ્ચે લડી રહી છે. કોંગ્રેસે સહાયની માગ કરી છે.

Junior Clerk Paper: ઘોઘા તાલુકાના હાથબ ગામની યુવતીને જુનિયર ક્લાર્ક પેપર ફૂટી જવાનું લાગી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

author img

By

Published : Feb 7, 2023, 10:17 AM IST

ઘોઘા તાલુકાના હાથબ ગામની યુવતીને જુનિયર ક્લાર્ક પેપર ફૂટી જવાનું લાગી આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ભાવનગર: સમગ્ર ગુજરાતમાં હાલમાં ગુજરાત પંચાયત પસંદગી મંડળની જુનિયર ક્લાર્કનો પેપર શરૂ થાય તેના પહેલા રદ થઈ ગયું હતું. પરીક્ષા આપવા આવેલા પરિક્ષાર્થી પરીક્ષા કેન્દ્રના દરવાજે હાથ દઈ પરત ફર્યા હતા. કારણ હતું પેપર ફૂટવાનું. આ ઘટનાથી ભાવનગર જિલ્લાની ઘોઘાના હાથબ ગામની યુવતી નિરાશ થઈને ઝેર ગટગટાવતા ગંભીર હાલતે સારવારમાં છે. કોંગ્રેસે યુવતીની મુલાકાત લઈ માગ કરી છે.

આ પણ વાંચો Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

ઝેર પીધું: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે રહેતી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાની તૈયારી કરતી યુવતી જુનિયર ક્લાર્કનો પેપર ફૂટવાની ઘટના સહન નહિ થતા અને લાગી આવતા ઘરે ઝેર ગટગટાવ્યું હતું. યુવતીએ ઝેર ગટગટાવતા ગંભીર હાલતે સરટી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા બાદ હોસ્પિટલ CCU વોર્ડમાં સારવાર લઈ રહી છે. ગંભીર હાલતે યુવતી જીવન અને મરણ વચ્ચે લડી રહી છે. સમગ્ર ઘટનાની નોંધ ભાવનગર સરટી હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો Bhavnagar Golibar hanuman: કેવી રીતે પડ્યું હનુમાનજીનું નામ ગોળીબાર

મુલાકાત લઈ મૂકી માંગ: ભાવનગર શહેર કોંગ્રેસે યુવતીએ ઝેર ગટગટાવ્યાના સમાચાર મળતા સર ટી હોસ્પિટલમાં CCU વોર્ડમાં યુવતીની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે મુલાકાત બાદ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ જણાવ્યું હતું કે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટવાની ઘટનાએ પરિક્ષાર્થીઓને માનસિક રીતે ચિંતામાં મુક્યા છે. આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે. 6 થી 7 મહિનાની તૈયારી ચાલતી હોય અને 22 વખત પેપર ફૂટવાની ઘટના બને ત્યારે જવાબદારી આ સરકારની ચેબકે આ વિદ્યાર્થીને 5 હજાર સહાય આપવામાં આવે તેવી અમારા કોંગ્રેસ પક્ષની માંગ છે. આવતીકાલે RMO અને DEOને હોસ્પિટલમાં મળવાના છીએ અને યુવતીને બનતી બધી સહાય મળે તેવી કોશિશ કરવાના છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.