ભાવનગર : જામનગર ACB દ્વારા ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલા વોટર એન્ડ સેનીટેશન ઓર્ગેનાઈઝેશનમાં (વાસ્મો) કર્મચારી લાંચ (Bribery Case in Bhavnagar) લેવાનો મામલો સામે આવ્યો છે. કોર્ડીનેટર તરીકે કામ કરતા એક કર્મચારી તેમજ ઓફિસમાં પીયુન કામ કરતો કર્મચારીને 35,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જો કે, ACB ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
લાંચના ગુન્હામાં 2ની ધરપકડ કરતી જામનગર એસીબી
ભાવનગરના સરદારનગર ખાતે આવેલા વાસ્મો અંતર્ગત ચાલતી "હર ઘર જલ" યોજનામાં (Har Ghar Jal Yojana in Bhavnagar) કામ કરેલા કોન્ટ્રકટર પાસે 35 હજારની લાંચ માંગતા ફરીયાદી દ્વારા એસીબીમાં કરી હતી. જામનગર ACB નાં DYSP તેમજ PSI દ્વારા આરોપીઓને ઝડપી પાડવા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Kheda Mahudha murder case: બેવડી હત્યા કરનાર આરોપીને નડિયાદ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારી
આરોપીની રંગે હાથે બોચી દબોચી
વાસ્મોના કોર્ડીનેટર તરીકે કામ કરતા વિપુલ પટેલ તેમજ ઓફિસમાં પીયુન તરીકે કામ કરતો પ્રકાશ રાઠોડને 35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. લાંચ લેતા બન્ને આરોપીને હાલ ACB (Jamnagar ACB Team) ટીમ દ્વારા લાંચ સાથે રકમ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ લાંચના ગુના હેઠળ (Secret of Bribery in Bhavnagar) ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.