ETV Bharat / state

બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર સામે પગલાં લેવા પાલીતાણામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા

ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી જૈન સમુદાયના લોકો (Jain community in Palitana) પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા. જૈન અને સાધુના મંદિરોમાં પગલાની તોડફોડ કરીને બન્ને વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તેવા પ્રકારનું કૃત્ય કરનારના વિરોધમાં જૈન સમુદાયના લોકો પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા. (Palitana Nilakantha temple controversy)

બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર સામે પગલાં લેવા પાલીતાણામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા
બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર સામે પગલાં લેવા પાલીતાણામાં જૈન સમુદાયના લોકો ઉમટી પડ્યા
author img

By

Published : Dec 24, 2022, 6:33 PM IST

પાલિતાણામાં મંદિરનો વિવાદ

ભાવનગર : પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ (Palitana Nilakantha temple controversy) ફરી એક વખત સામે આવ્યો છે. મંદિરને લઈને પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે તકરાર ચાલી રહી છે. મંદિર બહાર પેઢીએ CCTV મુકતા શિવ મંદિરના પૂજારી અને તેના માણસો CCTV માટેના થાંભલા અને બોર્ડ ઉતારી લેવામાં આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઈને તળેટી ખાતે આજે અલગ અલગ રાજ્યોમાંથી જૈન સમાજના અગ્રણી અને આગેવાનો પાલીતાણા પહોંચ્યા હતા.(Jain community in Palitana)

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધની માંગણી તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મસભા રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો યુવતીઓ રેલીમાં જોડાઈ હતી. જૈન સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, કે નીલકંઠ મહાદેવનો મંદિરનો વિવાદ, પ્રાચીન ચરણ પાદુકાને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક પગલાં, ડુંગરની આજુબાજુમાં થતું ગેરકાયદેસર ખનન, તળેટી વિસ્તારમાં થઈ રહેલા દારૂના વેચાણ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી હતી. (Jain community controversy in Palitana)

આ પણ વાંચો 2019ના પાલિતાણા જીવલેણ હુમલામાં 3 આરોપીઓને 10 વર્ષની સજા

હિન્દુ સંગઠનોમાં જૈન સમાજ સામે રોષ પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર આમ તો સદીઓથી જૈન દેરાસરો (Jain community rally in Palitana) પણ આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે, પરંતુ તાજેતરમાં આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો છે. પાલીતાણામાં ઊભા થયેલા આ વિવાદ બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યું આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે. (Giriraj Parvat Jain Derasar in Palitana)

આ પણ વાંચો જૈન મંદિરમાં હુમલા વિરોધમાં ડીસામાં રેલી,નાયબ કલેકટરને આવેદનપત્ર

ગૃહપ્રધાને તપાસના આદેશ આપ્યા તો બીજી તરફ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાવનગરના IG અને SP સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે. જોકે આ બાબતને લઈને મંદિરના પૂજારી ચરણાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, જૈન સમાજના પ્રાચીન ચરણ પાદુકા જે અસામાજિક તત્વોએ તોડ્યા છે. તેનો અમે ક્યારે પણ સમર્થન કરીએ નહીં. પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં કરવાની માંગણી અમે પણ કરી રહ્યા છીએ. (Vandalism in Palitana temple)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.