ભાવનગર : ભારતીય નૌ સેનાનું વિરાટ INS તેની અંતિમ સફર એટલે અલંગ સુધી પહોંચી ગયું છે. ભાવનગરના શ્રી રામ શિપબ્રેકર્સના માલિક મુકેશ પટેલ દ્વારા 38 કરોડના ખર્ચે ખરીદવામાં આવ્યું છે. કસ્ટમ અને જીએમબી દ્વારા કાગળ અને સ્થળ પરની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ આગામી તારીખ 28 બ્રિચિંગ માટે મહત્વનો દિવસ ગોઠવવામાં આવ્યો છે.
INS વિરાટ ખરીદવા પાછળ શું હતો મુકેશભાઈનો રાષ્ટ્રપ્રેમ, જાણો તેમના માલિક પાસેથી
INS વિરાટ ખરીદનાર એક ભાવનગરી એટલે કે, સંત ભૂમિના એક ભક્તે ખરીદી કરીને પોતાનો રાષ્ટ્રપ્રેમ રજુ કર્યો છે. ત્યારે અનેક જહાજો લેતા પહેલા ભાવતાલ નક્કી થતા હોય છે. ત્યારે શું INS વિરાટમાં એવું બન્યું ? શું કારણ હતું કે, મુકેશભાઈએ વિરાટ INS ખરીદ્યું અને શું છે તેમની ઈચ્છા.આવો જાણીએ ઇટીવી ભારતની સાથેની ખાસ વાતચીતમાં.
INS વિરાટ ખરીદવા પાછળ શુ રાષ્ટ્રપ્રેમ ? જાણો તેમના માલિક પાસેથી