ભાવનગર : ભાવનગર શહેરની વચ્ચે જિલ્લા પંચાયતની શાળાની પરિસ્થિતિ ખંડેર જેવી હતી. આ શાળાને દાતાએ દત્તક લઈને લાખો રુપિયા ખર્ચીને ગરીબ બાળકો માટે સખાવત કરી હતી. તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે એક અપેક્ષા સેવી છે. અફસોસ એ વાતનો છે મહાનગરપાલિકાને જિલ્લા પંચાયત સોપતી નથી તેથી શાળાઓમાં સુવિધા આપતી નથી. અંતે ગરીબ બાળકોના બેલી દાતા મળ્યા. દાનવીર દાતાએ બોલીને નહીં કરી બતાવ્યું છે અને લોકો અને શિક્ષણ ક્ષેત્રને દાતાની સોનેરી સલાહ પણ મળી છે.ઘણાં માટે પ્રેરક એવી આ વાત જાણો.

બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના : ભારતમાં સરકારી પછાત વિસ્તારની શાળાઓ સુવિધાઓથી હંમેશા વંચિત રહેતી હોય છે. ત્યારે ધર્મમાં પૈસા વાપરનારને એક દાતાએ દાન કરીને થોડા દેશહિતમાં વાપરવા માટે પ્રેરણા આપતું દાન કર્યું છે. મંદિરની જેમ શિક્ષા મંદિરમાં દાન આપવામાં આવે તો મફતનગરનો બાળક પણ તબીબ,એન્જીનીયર કે વૈજ્ઞાનિક બની શકે છે. આવી ઉત્તમ ભાવના સાથે ભાવનગરની ખંડેર પંચાયતની શાળાને રીપેરીંગ લાખોના ખર્ચે કરીને ગરીબ બાળકોને બેરીસ્ટર બનવાનું સપનું દાતાએ જોયું છે.
આ પણ વાંચો Bhavnagar Schools in Pathetic Condition : બે શિક્ષકથી ચાલતી શાળા તો ક્યાંક પાંચ ધોરણ વચ્ચે એક શિક્ષક
ખંડેર ઇન્દિરાનગર પ્રાથમિક શાળા : શિક્ષામંદિરમાં દાન માટે પ્રેરણા આપતો આ કિસ્સો છે. ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા ઈન્દિરાનગરમાં શહેરની મહાનગરપાલિકાની નહીં પરંતુ જિલ્લા પંચાયતની ઇન્દિરાનગર પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળા ત્રણ કેમ્પસમાં વહેંચાયેલી છે. અલગ અલગ સ્થળે બિલ્ડીંગ ધરાવતી શાળામાં એક કેમ્પસ ખંડેર બની ગયું હતું. જ્યારે બે કેમ્પસ ખખડધજ બની ગયા હતા.

શાળાને 25 લાખનું દાન આ શાળાના ત્રણેય કેમ્પસના અંદાજે 1000 જેટલા બાળકો માટે મુંબઈ સ્થિત કીર્તિભાઈ શાહ ઈશ્વર બની ગયા. દાતા કીર્તિભાઈએ અંદાજે 25 લાખ જેવી દાનની રકમ આપીને ત્રણેય કેમ્પસમાં સંપૂર્ણ સુવિધાઓ પૂર્ણ કરી આપી છે. આ કીર્તિભાઈ શાહ અને તેમના પરિવારનું શાળા દ્વારા મફતનગરમાં ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. રીબીન કાપી ઉદ્ઘાટન કરીને, મંડપ નાખીને સન્માન કરાયું અને એક દાતાની ભાવનાને શાળાના બાળકો અને શિક્ષકોએ હૃદયપૂર્વક વધાવ્યા હતાં.
મંદિરોમાં પૈસા આપવા સાથે શિક્ષા મંદિરમાં દાન સાથે દાતાનો મત : ભાવનગરના મફતનગર એટલે કે ઇન્દિરાનગરમાં રહેતા ગરીબ બાળકોના ભાગ્યમાં શાળા હતી. પરંતુ તેમાં બેસીને અભ્યાસ કરી શકે તેવી કોઈ પરિસ્થિતિ નહોતી. ત્યારે મુંબઈમાં બિલ્ડર તરીકે વ્યવસાય કરતા અને હમેશા દાન કરતા આવતા દાતા કીર્તિભાઈ શાહ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં હતા ત્યારે હરિભાઈ દેપલાવાળાએ તેમને આ શાળા વિશે જણાવ્યું હતું. ત્યારબાદ મેં હરિભાઈને શાળામાં જઈને પરિસ્થિતિ જોયા બાદ જવાબ આપવાનું કહેલું. અહીંયા આવીને જ્યારે શાળાની પરિસ્થિતિ જોઈ ત્યારે એમ થયું કે લોકો ધર્મના સ્થાને પૈસા વાપરે છે ત્યાં કોઈને તકલીફ પડતી નથી. ત્યારે આપણા બાળકો શહેરમાં શિક્ષણ ન મેળવી શકે? ત્યારે આ બાળકોને ઉજળું ભવિષ્ય આપવા માટે મેં ત્રણેય શાળાઓને શિક્ષણ કાર્ય કરવા લાયક બનાવી છે. આપણા બાળકો આજે નસીબના સારા છે કે જે શાળા નંબર ત્રણ છે તેમાં દોઢ વીઘા જમીન તેમને વધુ મળી છે. બાળકોને પાસે અપેક્ષા છે કે આ ગરીબ બાળકો તબીબ, એન્જીનિયર, વકીલ બને અને તેમના માતાપિતાને પણ સુખી કરે.
આ પણ વાંચો સુકન્યા સમૃદ્ધિમાં હજારો દીકરીના ખાતા ખૂલ્યા પણ હપ્તો દાતા ભરશે
અનેક અસુવિધાઓ : ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા ઇન્દિરાનગરમાં રહેતાં પરિવારો મજૂરી કરીને જીવતા પરિવારો છે. આ પરિવારના બાળકોને સારું શિક્ષણ પણ નસીબમાં જિલ્લા પંચાયત આપી શકી નથી. જો કે શહેરની વચ્ચે એક શાળાના ત્રણ કેમ્પસ અને તે પણ અલગઅલગ સ્થાને છે. ત્યારે શાળાના કેમ્પસ 3માં પરિસ્થિતિ એવી હતી કે ત્યાં કમ્પાઉન્ડ વોલ નહોતી, શાળાના પગથિયાં નહોતા, રૂમો ખંડેર બની ગયા હતાં. જેમાં જાનવરો પણ રાત્રે આંટાફેરા મારતા હતાં. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હતું. અભ્યાસ કાર્ય બંધ હતો. આમ અન્ય બે કેમ્પસમાં પણ ગાબડાઓ પડવા, બ્લોક ન હોવા જેવી અનેક અસુવિધાઓ હતી.
શાળાના આચાર્યએ વ્યથા સાથે કરી દાતાઓને અપીલ : કીર્તિભાઈ શાહ દ્વારા દાન કરીને ત્રણેય કેમ્પસમાં આશરે 25 લાખથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. જે શાળાના ઓરડા પણ સારા ન હોય તે શાળામાં કમ્પાઉન્ડ વોલ, તાર ફેન્સીંગ, ઓરડાઓની મરામત, પગથિયાઓ, કલરકામ અને એક શાળાનો ગેટ કે જેની કિંમત જ માત્ર 1.5 લાખ જેવી થાય છે. આમ ત્રણેય કેમ્પસના ગેટ કરાવ્યા છે. અન્ય દાતાઓને પણ વિનંતી એટલી જ છે કે ભારતમાં અનેક શાળાઓ છે. જો દાતાઓ એક એક શાળા લેશે તો પણ મોટાભાગની શાળાઓમાં સુવિધા ઉપલબ્ધ થશે અને ગરીબ બાળકોને શિક્ષણ મળી રહેશે. જો કે સરકાર તો પોતાનો પૂરો સહયોગ અને મહેનત કરીને કોશિશ કરતી જ હોય છે. દાતાઓ પણ દાન કરશે તો ગરીબ બાળકોના ભવિષ્ય ઉજળા બનશે.