ETV Bharat / state

ડુંગળીની મબલખ આવક શરૂ : યાર્ડ બે દિવસ બંધ બાદ પુનઃ ખોલતા એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી - Bhavnagar market yard

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ ડુંગળી લાવવાની મનાઈ બાદ હવે પુનઃ દરવાજા ખોલતા ખેડૂતો ડુંગળી લઈને તૂટી પડ્યા છે. એક કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. યાર્ડમાં આશરે 60 હજાર કરતા વધુ ગુણીની આવક રોજની થઈ રહી છે. ત્યારે ભાવો ઊંચકાયા છે કારણ કે સરકારે નિકાસની મંજૂરી આપી છે એવામાં ખેડૂતોને હાલના ભાવ પડતર લાગી રહ્યા છે અને આશા સેવી રહ્યા છે કે ભાવો હજુ ઊંચકાય.

ડુંગળીની મબલખ આવક શરૂ
ડુંગળીની મબલખ આવક શરૂ
author img

By

Published : Jan 23, 2021, 7:41 AM IST

  • ભાવનગર માર્કેટિંગ યાર્ડથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો
  • યાર્ડમાં આશરે 60 હજાર કરતા વધુ ગુણીની આવક
  • હાલના ભાવ પણ નિકાસની છૂટ આપ્યા બાદ 200 જેટલી કિંમત વધી
    ડુંગળીની મબલખ આવક શરૂ

ભાવનગર : શહેર ડુંગળીનું પીઠું છે અને રાજ્યમાં બીજા નંબરનો જિલ્લો છે. ચોમાસામાં પાક નિષ્ફળ જવાના કારણે નુકશાન ભોગવ્યું છે અને બાદમાં શિયાળુ પાકમાં પણ પાછોતરો વરસાદથી શિયાળુ પાકને નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. યાર્ડમાં ડુંગળીની આવક મબલખ પ્રમાણમાં શરૂ થઈ છે અને યાર્ડ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

ભાવનગર યાર્ડમાં ડુંગળીની મબલખ આવક શરૂ થતા લાઈનો

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવવા પર બે દિવસના પ્રતિબંધ બાદ યાર્ડમાં ડુંગળી લાવવાનો પ્રારંભ થતા ભાવનગર માર્કેટિંગ યાર્ડથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો રસ્તા પર લાગી હતી. ખેડૂતો હાલ સારા ભાવ મળતા હોવાના કારણે ડુંગળી લાઈને યાર્ડ તરફ આવી રહ્યા છે. ભાવનગર યાર્ડમાં ડુંગળી લાવવાની મંજૂરી મળતા એક તરફ મહુવા યાર્ડમાં ડુંગળી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે મહુવા યાર્ડમાં આશરે 1 લાખ ગુણીની આવક થવાથી મનાઈ ફરમવા આવી છે અને મહુવા યાર્ડમાં હાલમાં 3 લાખ ગુણી ડુંગળી પડી છે જેમાં 2 લાખ લાલ અને 1 લાખ જેવી સફેદ ડુંગળી પડી છે.

ભાવનગર યાર્ડમાં આવક કેટલી અને શું ભાવ

ભાવનગર યાર્ડમાં રોજની ડુંગળીની આવક 50 હજાર આસપાસ હતી. ત્યારે ભરાવો થતા બે દિવસ આવક બંધ કર્યા બાદ આજ 22 તારીખે ડુંગળી લાવવાની મંજૂરી મળતા આજની આવક 50 હજાર કરતા વધીને આવક 60 હજાર ઉપર જવાની શક્યતા છે ત્યારે હાલમાં ભાવ 200 થી લઈને 600 સુધી પોહચી ગયા છે. ભાવ સારા મળવાને પગલે ખેડૂતો ડુંગળી લઈને યાર્ડ તરફ ભાગ્યા છે.

ખેડૂતનું શુ કહેવું અને નિકાસથી થશે લાભ

ભાવનગર યાર્ડમાં હાલમાં આવી રહેલા ખેડૂતોને ભાવ વ્યાજબી હોવાનું માની રહ્યા છે. ખેડુતોને 500 થી 600 સુધી પડતર પડતી હોવાનું જણાવી રહ્યા છે. ખેડૂતોને 300 રૂપિયા મજૂરી અને બાકી દવા ખાતરનીંકિંમત ઉમેરવામાં આવે એટલે 500 થી 600 સુધી પોહચી જાય છે. ત્યારે ખેડૂતોને બે પૈસા ત્યારે મળે જ્યારે ભાવ 600 થી ઉપર જાય એવામાં સરકારે નિકાસ માટે મંજૂરી આપી છે પણ હજુ સુધી એક પણ ટ્રેનની રેક મોકલવી પડે તેવી સ્થિતિ નથી. જો ટ્રેનની રેક મોકલવામાં આવશે તો ભાવ ઊંચકાશે અને ખેડૂતોને બે પૈસા મળશે જો કે હાલના ભાવ પણ નિકાસની છૂટ આપ્યા બાદ 200 જેટલી કિંમત વધી છે અને ટ્રેન દ્વારા નિકાસ થતા 600 કરતા વધુ ભાવ ઊંચકાવાની શક્યતા પણ રહેલી છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.