ભાવનગર : શહેરમાં 75 માઇક્રોનના ડુપ્લીકેટ પ્લાસ્ટિક(75 Microns of Plastic) વહેચાતા હોવાના Etv Bharatએ સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ મહાનગરપાલિકાની ટીમે મુખ્ય બજારમાં આવેલા હોલસેલ વ્યાપારીને ત્યાં ચેકીંગમાં(Traders Checking IN BMC) પર પહોંચી હતી. પરંતુ વ્યાપારીના ટોળાએ દેકારો કર્યો હતો. હોલસેલના વ્યાપારીઓ તો દુકાનો બંધ કરી નાસી છૂટ્યા હતા.
ETV Bharatના રિપોર્ટ બાદ મહાનગરપાલિકાની ટીમે હોલસેલને ત્યાં ચેકીંગ પણ શું થયું
ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા દુકાનદારને માત્ર દંડીત કરતી મહાનગરપાલિકાની ટીમે પ્લાસ્ટિકના હોલસેલ વ્યાપારી (Traders in Bhavnagar) સુધી પહોંચી માલ ઝડપયો હતો, ત્યારે બે દિવસ બાદ મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ મેદાનમાં ચેકીંગમાં કરવા ઉતરી હતી. ચેકીંગ કરવા જતાં માત્ર 5 વ્યાપારીઓ ઝપેટમાં આવ્યા હતા. પાંચ વ્યાપારીઓને ત્યાંથી પ્લાસ્ટિક પકડતા અન્ય વ્યાપારીઓ હોલસેલના એકત્રિત બનીને ચેકીંગ ટીમને ઘેરી દેકારો કર્યો હતો. કેટલાક મોટા વ્યાપારીઓ દુકાનો બંધ કરી નાસી છૂટ્યાને બતાવ્યો હતો ઠેંગો. મુખ્ય બજારમાં દાણાપીઠ અને ખારગેટ જેવા વિસ્તારમાં ટોળા પણ એકઠા થઇ ગયા હતા.
આ પણ વાંચોઃ લ્યો બોલો: 75 માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા બનાવનાર બિન્દાસ પણ દુકાનદાર દંડીત
કેટલા વ્યાપારીને દંડ અને બંધ કરી ભાગનાર સામે શુ
ભાવનગરની દાણાપીઠ,ખારગેટ,આંબા ચોક વિસ્તારમાં ચેકીંગ ટીમે પાંચ વ્યાપારીઓ પાસેથી 30 કિલો કુલ 27600ની કિંમતનું પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.જે એમ સોમપુરાએ અધિકારીએ જણાવ્યું હતું કે ટીમ ચેકીંગમાં (Checking in Micro Plastic in Bhavnagar) જાય એટલે વ્યાપારીઓ એકઠા થઇ ટોળાશાહી કરીને કામગીરીમાં રુકાવટ કરે છે એમજ મોટા મોટા વ્યાપારીઓ દુકાનો બંધ કરીને નાસી છૂટે છે. પરંતુ અમે ભાગી જનાર વ્યાપારીઓ છોડશું નહિ તેના માટે પણ પ્લાન કરીને કાર્યવાહી રો કરવામાં આવશે તે નિશ્ચિત છે.