ભાવનગરઃ ગુજરાતમાં અનામત માટે થયેલા પાટીદારના આંદોલન કારણે પોલીસ વચ્ચે અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ ઉભુ થયું હતું. તે દરમિયાન કેટલાક મોત થયા હતા, તો કેટલાક પર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારે આ કેસને પરત લેવા માટે કહ્યું હોવાનું સમાજના લોકો દાવો કરી રહ્યાં છે. તેમજ પોતાની માગને પૂરી કરવામાં માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી રહ્યાં છે.
પાટીદાર આંદોસવન બાદ પરિસ્થિતી થાળે પડતાં પડતાં સરકારે આ કેસોને પાછા ખેંચવાનું આશ્વાસન આપ્યું હોવાનું પાટીદાર સમાજે જણાવ્યું છે. પરંતુ સરકારે આજદિન સુધી આ કેસ પરત ખેચ્યાં નથી. જેથી ભાવનગર પાટીદાર સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પાઠવીને વહેલી તકે કાર્યવાહી કરવામાં જણાવ્યું છે. જો વહેલી તકે આ વિશે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો પાટીદાર સમાજે તંત્ર વિરુદ્ધ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.