ETV Bharat / state

ભાવનગરઃ તંત્રની બેદરકારીના કારણે જિલ્લામાં કોરોનાનો ભય યથાવત - latest news of bhanagar police

ભાવનગર માર્કેટિંગ યાર્ડ એક જ એવું મોટુ સ્થળ રહ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો એકબીજાના સંપર્કમાં સૌથી નજીક આવી રહ્યા છે. શહેરમાં કડક અમલવારી અને કોરોના મુક્ત કરવામાં મળેલી સફળતા પર પાણી ફરે વળે તેવી સ્થિતિ યાર્ડની છે. જો સકારાત્મક રીતે યાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સેનીટાઇઝ કરાવવામાં આવે તો મોટું જોખમ ટાળી શકાય છે. છતાં પાલિકા દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

Bhavnagar NEws
Bhavnagar NEws
author img

By

Published : Apr 23, 2020, 9:04 AM IST

ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 34 પર પહોંચી ગયો છે, ત્યારે લૉકડાઉન વચ્ચે લોકોની નજીક આવતા અટકાવવા પોલીસની પણ સરાહનીય કામગીરી છે. તંત્ર ખુદ મેહનત કરી રહ્યું છે. ક્લસ્ટર ઝોનમાં આશરે 50 હજાર લોકો કેદ છે, આવી સ્થિતિમાં એક ચૂક તંત્રને ભારે પડી શકે છે. અહીંયા નકારાત્મક રીતે નહીં પણ સકારાત્મક રીતે તંત્રએ નજર કરવાની જરૂર છે તો ચાલો જાણીએ કઇ એક ચૂક એટલે કે ભુલ ભારે પડી શકે છે.

ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા
ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા

ભાવનગર માર્કેટિંગ યાર્ડ બંધ કરવું પડે એવી સ્થિતિ નથી પણ હાલમાં અમદાવાદમાં શાકભાજીના વેપારી કોરોના સંક્રમણમાં આવી ગયા અને ત્યાનું તંત્ર દોડતું થઈ ગયું હતું. ત્યારે અહીંથી શીખ લેવાની જરૂર છે ભાવનગરમાં પણ માર્કેટિંગ યાર્ડમાં સ્થિતિ કઈક એવી જ છે

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં વહેલી સવારથી શાકભાજી લઈને જિલ્લામાંથી ખેડૂતો આવે છે. પાપી પેટનો સવાલ છે માટે શાકભાજી લાવવું ખેડૂતની મજબૂરી છે. યાર્ડમાં શરૂઆતમાં ડિસ્ટન્સ માટે સર્કલ કરવામાં આવ્યા પોલીસ મુકવામાં આવી અને કડકાઈનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ આજે લૉકડાઉન ભાગ બેમાં બધું જાણે ભુલાઈ ગયું હોય અને કોરોના જેવા વાઈરસને આપણે ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવી સ્થિતિ છે.

ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા
ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા

દેશના વડાપ્રધાન પ્રજાને પણ સમજાવી રહ્યા છે અને તંત્રને પણ જણાવી રહ્યા છે કે, ડિસ્ટન્સ સૌથી મોટો ઉપચાર છે પણ નથી પ્રજા સમજતી કે નથી તંત્ર કડકાઈનો ઉપયોગ કરી રહ્યું. જેના કારણે ભાવનગર યાર્ડમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ હોઈ તેવું લાગે છે. ખરીદી માટે વેપારી અને ખેડુત માટે બનાવેલા સર્કલ શોભના ગાંઠિયા સમાન બની ગયા છે. કોરોના મહામારી પહેલા ચાલતા યાર્ડની જેમ યાર્ડ ચાલી રહ્યું છે યાર્ડમાં સેનીટાઇઝ માટે કોઈ વ્યવસ્થા નથી. કોઈ માસ્ક બાંધે છે તો કોઈ આમનામ ફરી રહ્યું છે

ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા
ભાવનગરમાં લોકડાઉનના નિયમોના લીરેલીરા

આ સમાચાર બનાવવાનો હેતુ તંત્રની નબળાઈ નહીં પણ અપાયેલી છૂટછાટ ક્યાંક ભરવા પડી શકે છે તે દર્શાવાનો છે. ભાવનગરમાં કુલ 34 કેસ છે. જેમાં તંત્રને મોટી સિદ્ધિ હાંસલ થઈ છે કે, તેઓ 19 દર્દીને સ્વસ્થ કરી ચૂક્યું છે તો હજુ 10 દર્દી સારવારમાં છે. એવામાં આવી મોટી ભૂલ તંત્રની મેહનત પર પાણી ફેરવી શકે છે. ડિસ્ટન્સ અને સેનીટાઇઝ જેવી વ્યવસ્થા કરવામાં નહીં આવે અને જો કોઈ સંક્રમણ ઉભું થશે તો પ્રજાને ખ્યાલ નથી કે, હાલમાં મળતું સરળતા રૂપ શાકભાજી મેળવવાયુ મુશ્કેલ બનશે અને તંત્રને પણ ના છૂટકે કડકાઈનો ઉપયોગ કરવો પડશે તો શા માટે અગમચેતીરૂપે પગલાં ના ભરવા જોઈએ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.