ભાવનગરઃ ઘોઘા હજીરા રો રો ફેરી દિવસે દિવસે પરિવહન માટે પણ ફાયદાકારક બની રહી છે. સુરતથી ભાવનગર રોડ માર્ગ 10 થી 12 કલાક થાય છે. ત્યારે હવે હોન્ડા કંપનીએ રો રો ફેરી પર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાના વાહનો સાથે પાંચ ટ્રક રો રો ફેરી મારફત ભાવનગર મોકલવાનું નક્કી કર્યું છે.ભાવનગર રો રો ફેરી સર્વિસ પરિવહન માટે આશીર્વાદરૂપ બની રહી છે. હોન્ડા કંપનીના વાહનો પણ હવે ફેરી સર્વિસનો ઉપયોગ કરી રહી છે. સુરતથી હજીરા ફેરી લોકો માટે વિકાસના દ્વાર ખોલતી બની રહી છે.
ફેરી સર્વિસમાં હોન્ડા કંપનીના વાહનોના ટ્રક
ભાવનગર ઘોઘાથી હજીરા શરૂ કરેલી ફેરી સર્વિસ સુરત ભાવનગરના લોકોને નજીક લાવવામાં સફળ તો નીવડી છે પણ પરિવહન ક્ષેત્રે પણ સફળ નીવડી રહી છે. હોન્ડા કંપનીએ ફેરી સર્વિસ પર વિશ્વાસ મૂકીને ભાવનગર ઘોઘા રો રો ફેરીમાં પાંચ ટ્રકો સુરતના હજીરાથી ભાવનગર સુધી મોકલી રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે કે સુરત અને મુંબઇ તરફ જનારા માટે સમય બચાવતી અને ઇંધણ બચાવતી ફેરી સર્વિસ સાબિત થઈ છે.
આજે બપોરે પહોંચશે ટ્રક
ભાવનગર ઘોઘા થી હજીરા ફેરી સર્વિસમાં હોન્ડા કંપનીએ પોતાના લાખોના વાહનો ભરેલા ટ્રક ફેરી સર્વિસમાં મોકલવાનો નિર્ણય કરીને ફેરી સર્વિસ પર મોટો વિશ્વાસ મુક્યો છે. સવારે હજીરાથી ઉપડતી ફેરીમાં હોન્ડાના ટ્રકો આવશે અને 12.30 કલાકે બપોરે ભાવનગરના ઘોઘા જેટી પર ફેરી સર્વિસ મારફત આવી પોહચશે. જેને લઈને હવે પરિવહન સરળ બન્યું છે.
હોન્ડા કંપનીના સાહસથી કોનો વિશ્વાસ વધશે
ભાવનગરની ઘોઘા હજીરા ફેરી સર્વિસમાં હોન્ડા જેવી કંપની લાખોના વાહનો સાથેના પાંચ ટ્રક મોકલીને પરિવહન સાથે સંકળાયેલા ટ્રાન્સપોટરોમાં જરૂર વિશ્વાસ વધાર્યો છે. ભાવનગરથી અલગ અલગ સુરત, મુંબઇ, વાપી, ઉત્તરપ્રદેશ કે પંજાબ કેરળ જેવા દેશો તરફ જવા માટે સમયમાં બચત કરાવશે અને ઇંધણ પણ બચાવશે. સાથે સાથે 12 કલાકના રસ્તાની મુસાફરી ઘટી જતાં અકસ્માતનો ભય પણ દૂર કરશે. ત્યારે આજે હોન્ડાના વાહનોને વધાવીને ફેરીના સંચાલકો ટ્રાન્સપોટરોને સ્પષ્ટ સંદેશ આપશે કે આવો તમે પણ દરિયાઈ પરિવહનમાં જોડાવ.