ETV Bharat / state

ભાવનગરમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, વીડિયો વાયરલ - gujarat monsoon

ભાવનગરમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ચોતરફ પાણી-પાણી થઇ ગયા હતા રસ્તાઓ બેટમાં ફેરવાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી હતી.

ભાવનગરમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, વીડિયો વાયરલ

author img

By

Published : Sep 27, 2021, 8:25 AM IST

  • મેઘરાજા ધમાકેદાર કડાકા ભડાકા સાથે વરસ્યા
  • વીજળીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં થયા વાયરલ
  • એક કલાકમાં 19 mm વરસાદ માત્ર ભાવનગર તાલુકામાં

ભાવનગર: શહેર અને તાલુકામાં એક માત્ર વરસાદ એક તાલુકામાં શાનદાર વરસ્યો હતો. ઢોલ નગારા સાથે કોઈ નેતા આવે તેમ મેઘરાજા ગાજવીજ અને વીજળીની લાઇટિંગમાં વરસવાનું શરૂ કર્યું હતું. શહેરમાં લોકોએ ઠેર-ઠેર વીજળીના કડાકા અને વીજળીના દ્રશ્યો બનાવીને વાયરલ કર્યા હતા

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં મેઘ તાંડવ, ડીસામા ચાર ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી

ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

ભાવનગર શહેરમાં રવિવારની રાતનો પ્રારંભ જાણે દિવાળીની રાત હોઈ તેવો હતો. સાંજ બાદ આઠ કલાકની આસપાસ મેઘરાજા સવારી લઈ આવ્યા આને કડાકા સાથે ગાજવીજથી ઓવન સાથે વરસવાની શરૂઆત કરી હતી. વીજળીના ખતરનાખ કડાકા લોકોને ક્યાંક ઘરમાં ધ્રુજાવતા હતા. લોકોના મુખે એક જ શબ્દ હતો " એ પડી" ક્યાં પડી હશે.

ભાવનગરમાં રવિવારે રાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ભરાયાં

ભાવનગરમાં વીજળી સાથે વરસાદ

ભાવનગરમાં વીજળી સાથે વરસાદમાં અનેક લોકોએ આનંદ લીધો હતો. વીજળીના દ્રશ્યો અનેક લોકોના મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા. સોશિયલ મીડિયામાં વિસ્તાર સાથેના વીડિયો વાયરલ થયા હતા. વીજળીના દ્રશ્યો એવા હતા કે, લોકો જોઈને તંગ રહી જાય. જો કે તંત્રના ચોપડે વરસાદનો આંકડો એક કલાકમાં 19 mm એટલે કે એક ઇંચ જેટલા વરસાદ નોંધાયો છે. જિલ્લાના દસ તાલુકામાંથી માત્ર એક ભાવનગર તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.