ETV Bharat / state

ભુપેન્દ્ર પટેલના શાસનના એક વર્ષના લેખા-જોખા, એક્સપર્ટ એનાલિસીસમાં ફિફ્ટી-ફિફટી રીઝલ્ટ આવ્યું - ઘણા મુદ્દા હકારાત્મક

ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થયું છે. એક્સપર્ટ એનાલિસીસમાં આ શાસનને ફિફ્ટી-ફિફટી ગણવામાં આવી રહ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gujarat Govt Bhupendra Patel Governance 1 Years Complete Expert Analysis

ભુપેન્દ્ર પટેલના શાસનના એક વર્ષના લેખા-જોખા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2023, 6:27 PM IST

એક્સપર્ટ એનાલિસીસમાં ફિફ્ટી-ફિફટી રીઝલ્ટ આવ્યું

ભાવનગરઃ ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યુ છે. ભુપેન્દ્ર પટેલ સરકારે એક વર્ષમાં જે કામગીરી કરી તેના લેખા-જોખા નિષ્ણાંતો કરી રહ્યા છે. ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરીએ ભુપેન્દ્ર પટેલના એક વર્ષના શાસનનું એનાલિસીસ કર્યુ છે.

ફિફ્ટી-ફિફટી રીઝલ્ટઃ ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે શાસનમાં એક વર્ષ પૂર્ણ કર્યુ છે. મુખ્ય પ્રધાનના શાસનના લેખા-જોખા એકસપર્ટ કરી રહ્યા છે. એક્સપર્ટના એનાલિસીસમાં આ શાસનને ફિફ્ટી-ફિફ્ટી રીઝલ્ટ મળ્યું છે. આ એનાલિસીસ કરવામાં ભાવનગરના પીઢ પત્રકાર મહેન્દ્ર ઝવેરી, અરવિંદ સ્વામી અને ભાવનગર (પૂર્વ)ના ધારાસભ્ય સેજલ પંડ્યાનો પણ સમાવેશ થાય છે. ઈટીવી ભારતે મહેન્દ્ર ઝવેરી સાથે ખાસ વાતચીત કરી છે.

ભુપેન્દ્ર પટેલે મુખ્ય પ્રધાન તરીકે એક વર્ષ પૂર્ણ કર્યુ છે. પાંચ ઓવરની મેચમાં પહેલી ઈનિંગ પૂરી થઈ છે. જેમાં ભુપેન્દ્ર પટેલ કોઈ મોટા વિવાદમાં ફસાયા નથી. તેમણે બોટાદ સાળંગપુર મંદિર વિવાદમાં જે અભિગમ દાખવ્યો તે કાબિલે દાદ હતો. આ એક બહુ મોટો ઈશ્યૂ હતો. ભાજપની લાઈન ઓફ એક્શનમાં ભુપેન્દ્ર પટેલ મહારથી સાબિત થયા છે...મહેન્દ્ર ઝવેરી(પીઢ પત્રકાર, ભાવનગર)

ભુપેન્દ્ર પટેલની મુખ્ય પ્રધાન તરીકે એક વર્ષની કામગીરી બિન વિવાદાસ્પદ રહી છે. કોઈ મોટો વિરોધ ઊભો થયો નથી. ખેડૂતો માટે પાક વીમો, ટેકાના ભાવ, વીજળી વગેરે મુદ્દે કંઈકને કંઈક કામ થયું છે. જો કે તેનો અર્થ એ નથી કે ખેડૂતો સંતુષ્ટ છે. હજુ પણ ઘણા પ્રશ્નોના નિરાકરણ માટે ભુપેન્દ્ર પટેલ પર જનતાની મીટ મંડાયેલ છે. ભુપેન્દ્ર પટેલ સરકારમાં નલ સે જલ યોજના દરેક ગામડા સુધી પહોંચી નથી. ગુજરાતે સ્વચ્છતા અભિયાન, સોલાર ઊર્જા, ટૂરિઝમ વગેરે સેક્ટરમાં કાઠું કાઢ્યું છે. કચ્છના ઘોરડોને બેસ્ટ ટૂરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો, યુનેસ્કોમાં ગરબાને સ્થાન મળ્યું આ હકારાત્મક પરિણામની સામે નકલી અધિકારીઓ ઝડપાવા, નકલી ટોલનાકું, ડમી કાંડ, નકલી સરકારી કચેરી જેવા નકારાત્મક મુદ્દાઓ પણ છે. ભુપેન્દ્ર પટેલ સરકાર સામે હજુ અનેક પડકારો છે. ભુપેન્દ્ર પટેલની સરકારનું શાસન ફિફ્ટી-ફિફ્ટી રહ્યું છે...અરવિંદ સ્વામી(પીઢ પત્રકાર, ભાવનગર)

મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે મજબૂત અને મક્કમ રીતે ગુજરાતના પ્રશ્નોને સમજીને, વાચા આપી તેનું નિરાકરણ કર્યુ છે. તે ભવગત હૃદયના વ્યક્તિ છે. ભાવનગરના વિકાસ માટે તેમનો અભિગમ હકારાત્મક રહ્યો છે. અશાંતધારાની રજૂઆત સમયે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાને સાથ સહકાર આપ્યો હતો. રાજ્ય સરકારે આ મુદ્દે આંખના પલકારામાં નિર્ણય લીધો હતો. ભાવનગરમાં મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ છ વખત આવી ચૂક્યા છે. જેમાં દહી હાંડી, સીએનજી પોર્ટનું ભૂમિ પૂજન, અક્ષરવાડી કાર્યક્રમ અને ABVP અધિવેશનમાં તેમજ સ્નેહમિલનમાં તેઓ રુબરુ ઉપસ્થિત રહ્યા હતા...સેજલ પંડ્યા(ધારાસભ્ય, ભાવનગર-પૂર્વ)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.