ભાવનગર શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠક (Bhavnagar West Assembly Seat) પર કૉંગ્રેસે કે કે ગોહિલને (Congress Candidate K K Gohil for Bhavnagar) ટિકીટ આપી છે. ત્યારે અહીંના સ્થાનિક મુદ્દાઓ અને પ્રદેશ કક્ષાના મુદ્દાઓને પગલે રણનીતિ બનાવવામાં આવી છે. ભાવનગર પશ્ચિમ 105 વિધાનસભા બેઠક પર કૉંગ્રેસ 2 ટર્મથી હારતી આવે છે. ત્યારે 2022ની ચૂંટણીમાં શું રણનીતિ છે જાણવાનો પ્રયાસ ETV BHARATએ કર્યો હતો. આ સાથે પશ્ચિમના ઉમેદવારે પણ જીતશે તો પોતાનો પગાર અને ભાડા ભથ્થાનું દાન કરશે ત્યારે જાણીએ કૉંગ્રેસની રણનીતિ અને જાહેરાત શું તો ક્યાં વાંધો વ્યક્ત કર્યો?
પશ્ચિમના ઉમેદવારે કરી જાહેરાત અને ક્યાં વાંધો દર્શાવ્યો ભાવનગરની પશ્ચિમ વિધાનસભામાં (Bhavnagar West Assembly Seat) રોમાંચક લડાઈ શરૂ થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર જિતુ વાઘાણી વાઘાણી ભાજપમાંથી તો કોંગ્રેસમાંથી વરતેજના કે કે ગોહિલ (Congress Candidate K K Gohil for Bhavnagar) જે ખૂબ લોકપ્રિય પણ રહ્યા છે ત્યારે ભાજપ છોડી આપમાં ગયેલા રાજુ સોલંકી પણ પશ્ચિમ બેઠક પર લડી રહ્યા છે. ત્યારે ETV BHARAT એ કોંગ્રેસની બે બે ટર્મમાં હાર બાદ આ વર્ષે શુ રણનીતિ બનાવી છે તે જાણવાની કોશિશ કરી છે.
જીતીને આવીશ તો આ કામ કરીશ કૉંગ્રેસના ઉમેદવાર કે કે ગોહિલે (Congress Candidate K K Gohil for Bhavnagar) જણાવ્યું હતું કે, મેં જાહેરાત કરી છે કે, હું જીતીને આવીશ તો મારા ભાડા, ભથ્થા અને પગાર બધું ગરીબ દીકરીઓને દાન કરી દઈશ. હું જમીન વિકાસ બેંકમાં 9 વર્ષથી છું તો તેમાં પણ હું દાન કરી દઉં છું. બીજુ કે અત્યારે રોડ બનાવવા લાગ્યા છે પાંચ વર્ષ કાંઈ કર્યું નહિ એટલે આ યોગ્ય નો કહેવાય.
પૂર્વ વિપક્ષ નેતાએ કર્યા પ્રહાર તો ભાવનગરના પૂર્વ વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગર દક્ષિણમાં એક પણ કામ થયું હોય તો બતાવે દક્ષિણને તાળા મારી દેવાનું કામ પ્રદેશ પ્રમુખ અને કેબિનેટ પ્રધાનોએકર્યું છે. નવી સ્કૂલ હોઈ તો બતાવે, આરોગ્ય કેન્દ્ર બનાવ્યા હોઈ તો બતાવે હમણાં એક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું. લોકોને ઘર લેવા લોન લેવી પડે છે પરસેવાની કમાણી અને ઘરેણાં વેહચીને મકાન બનાવવું પડે છે. અથ મહાનગરમાં સૌથી વધુ ટેક્સ ભાવનગર મહાનગરપાલિકા લઈ રહી છે. અમારા કિશોરભાઈએ જાહેરાત કરી છે ત્યારે આ લોકોએ સ્કૂલનો ટેક્સ ઘટાડી દીધો છે પણ વિદ્યાર્થીઓને ફાયદો નથી મળ્યો. દરેક વખતે પેપર ફૂટે છે,ગેસનો બાટલો ક્યાં પોહચ્યો છે એટલે અમારા પ્રદેશના પણ 21 મુદ્દાને લઈને અમે પ્રચારમાં ઉતર્યા છીએ અને જીતશું.
ચૂંટણી ટાણે રોડ અને બ્લોકસના કામ અને વાંધો રજૂ કરાયો ભાવનગરમાં મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal Corporation) ચૂંટણી જાહેર થયા પહેલા ફટાફટ નવા કામોને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવો પસાર કરી દીધા હતા. હવે આ દરેક કામો ચૂંટણી ટાણે જોર પકડી રહ્યા છે. કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે કે પાંચ વર્ષ કાંઈ કર્યું નહિ હવે કામ બતાવવાની કોશિશ થઈ રહી છે. કોંગ્રેસ તેને ગેરલાયક માની રહી છે. આમ કોંગ્રેસ અનેક મુદ્દાઓ પર મેદાનમાં ઉતરી છે. પ્રચારમાં આવે તેટલા સ્થાનિક અને પ્રદેશના મુદ્દાઓને સામેલ કરાઈ રહ્યા છે.