ETV Bharat / state

અનોખો પ્રચારઃ રસ્તા પર બેન્ડે વગાડ્યા 'પાર્ટી'ના ગીત, કરી મોટી મત અપીલ - Digital campaign elections in Bhavnagar

ભાવનગરમાં ભાજપે મતદારોને આકર્ષવા માટે અનોખો (Digital campaign elections in Bhavnagar) પ્રચાર પ્રયાસ શરૂ કર્યો છે. શહેરમાં ભાજપે કરેલા કામોને સંગીતના સુરથી મહારાષ્ટ્રની ટીમ લોકો સામે પીરસે છે. (Gujarat Assembly Election 2022)

પ્રયાસવાળો પ્રચાર : સંગીતના સુરથી પક્ષના કામો ગાઈને મતદારોને આકર્ષવાનો પ્રયાસ

author img

By

Published : Nov 14, 2022, 9:35 AM IST

ભાવનગર વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ પ્રચાર પ્રસાર (Election campaign in Gujarat) કરવામાં કોઈ કસર નથી છોડતી. ત્યારે આ વખતે ભાવનગર શહેરમાં ડીજીટલ માધ્યમ અને સંગીતના સુર વાળો પ્રચાર જોવા મળ્યો છે. અત્યાર સુધી બેનરો, હોર્ડિંગ અને રીક્ષાઓ પાછળ ફ્લેક્સ લગાવીને પ્રચાર કરવામાં આવતો હતો. તો ક્યાંક રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષનો ધ્વજ લગાવીને, પત્રિકાઓ વહેંચીને અને જાહેર સભાઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો હોય છે. પરંતુ હવે ટ્રેન્ડ બદલાતા શહેરમાં મહારાષ્ટ્રથી આવેલી યુથ વિથ નમો બેન્ડ ટીમે ભાજપ માટે સંગીત સુર સાથે જાહેર માર્ગ પર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. (BJP Digital campaign elections)

ભાજપના કામો ગીત સંગીતથી યુવાનોને આકર્ષવા પીરસાયા

ક્યાંથી આવી ભાજપની ટીમ અને શું કરે છે જાણો ભાવનગરના જાહેર માર્ગ પર ભાજપ માટે મહારાષ્ટ્રથી આવેલી યુથ વિથ નમો બેન્ડ ટીમે પ્રચારને લઈને ETV Bharat સાથે વાતચીત કરી હતી. ટીમના રવિ પર્યાયએ જણાવ્યું હતું કે, તેમના દ્વારા યુવાઓમાં જોશ ભરવા માટે અને આકર્ષવા માટે નમો વિથ બેન્ડના સથવારે જાહેર માર્ગ પર પ્રચાર કરાય છે. આ પ્રચારમાં ભાજપ સરકારે કરેલા કાર્યોનું એક ગીત બનાવવામાં આવ્યું છે. એક ગીત અને સંગીતના આધારે લોકોને રસ્તા ઉપર પીરસવામાં આવે છે. જોકે હાલ ડિજિટલનો યુગ હોવાને કારણે યુવાનો ડિજિટલ માધ્યમથી ઝડપથી જોડાતા હોવાનું તેમને જણાવ્યું હતું. (Digital campaign election in Gujarat)

સવાલ ભાવનગરમાં ભાજપે ડીઝીટલ પ્રચાર શરૂ કર્યો શું કહેવું છે ?

જવાબ મુંબઈથી આવ્યા છીએ યુથ વિથ નમો બેન્ડ સાથે અમે અહીંયાના યુવાનોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ભાજપના જે દરેક કાર્યો છે. તેને ગીત અને સંગીત સાથે જણાવીએ છીએ. યુવાનો આગળ આવે પોતાના વિચાર આગળ લાવે, નવી ટેક્નોલોજીમાં યુવાનો હંમેશા આગળ હોય છે. વિદેશ જતા હોય છે આથી દરેક યુવાન જાગૃત થાય. (Digital campaign of BJP)

સવાલ ભાવનગરમાં આ પ્રકારનો પ્રચાર પહેલી વખત, તમે જે ગીત બનાવો છો કેવી રીતે કરો છો ?

જવાબ અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં અમે આ કરીને આવ્યા છીએ. એટલે ભાજપના જે કામો હોઈ તેનું એક ગીત બનાવીએ અને સંગીત સાથે બનાવીએ છીએ. (Digital campaign elections in Bhavnagar)

સવાલ લોકોનો રિસ્પોન્સ કેવો મળે છે ?

જવાબ લોકોનો સરસ રિસ્પોન્સ મળે છે. એક એક વ્યક્તિ સુધી આ પહોંચે તેવો પ્રયાસ છે. આજે ઘરે ઘરે સોશિયલ મીડિયા પહોંચી ગયું છે. ત્યારે આ ડિજિટલ પ્લેટફોર્મ પર ઝડપથી જાય છે કારણ કે બધા તેમાં જોડાયેલા હોય છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.