- ઉસ્માનગની ઝન્નતી અને ભાવેશ પંડ્યા નામના બે શખ્સો સામે કાર્યવાહી
- 29 સપ્ટેમ્બરે જીએસટીની ટિમો ભાવનગર સહિત ગુજરાતમાં કરી હતી તપાસ
- અલીફ એન્ટરપ્રાઇઝ અને શિવાય ટ્રેડલિંક બે પેઢીઓના શખ્સો સામે કાર્યવાહી
ભાવનગર : 29 સપ્ટેમ્બરે જીએસટીની ટિમો ભાવનગર સહિત ગુજરાતમાં કરી હતી તપાસ. જેમાં ભાવનગરમાં DGGI એ સમગ્ર ગુજરાત સાથે તપાસ કરતા સૌથી મોટો ટેક્સ ચોરીનો છેડો ભાવનગરથી મળ્યો હતો. ભાવનગરમા DGGI એ ફરી બે શખ્સોને ઝડપી લીધા છે. બંને સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ભાવનગરમાંથી બેની ધરપકડ
DGGI અમદાવાદ ની GST ટીમોએ ગુજરાતમાં ભાવનગર સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. GSTની ટીમે ભાવનગરમાં ફરી તપાસમાં બે શખ્સોને ઝડપી લીધા છે. જેમાં ભાવનગરના ઉસ્માનગની ઝન્નતી ( પ્રો. અલીફ એન્ટરપ્રાઇઝ,ભાવનગર) અને ભાવેશ શાંતિલાલ પંડ્યા (પ્રો. સિવાય ટ્રેડલિંક,ભાવનગર) વાળા સામે ધોરણસરની કાર્યવાહી કરી છે.
DGGI ની છેલ્લા બે માસમાં કેટલી તપાસ અને કેટલી રકમ
29/9/2021 ના રોજ DGGI ની ટીમોએ ભાવનગર સહિત અન્ય સ્થળો પર તપાસ હાથ ધરી હતી. કુલ 57 સ્થળો પર ધરાયેલી તપાસ બે ભાગમાં યોજાઈ છે. 16 કેસમાં 37 સ્થળોએ, અને 17 કેસમાં 20 સ્થળે તપાસ કરવામાં આવી હતી. 16 કેસમાંથી 11 કેસમાં પેઢીઓમાં 712.04 કરોડના બીલિંગની તપાસ કરાતા ચોરી હોવાની શંકા સાથે કાર્યવાહી કરાઈ છે. જ્યારે, 17 કેસમાં 12 કેસમાં પેઢીઓની 416 કરોડની ટેક્સ ચોરીની શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જે પૈકી બે શખ્સો સામે અટકાયત કરી આગળની કાર્યવાહી કરાઈ છે.
આ પણ વાંચો : ગાંધીનગર ચૂંટણી 2021 : આજે સવારે 7 કલાકેથી મતદાન શરૂ, વડાપ્રધાનના માતા હીરાબા કરશે મતદાન
આ પણ વાંચો : સ્વતંત્રતા સંગ્રામનું મહત્વપૂર્ણ સોપાન એટલે સાબરમતી આશ્રમ