- ભાવનગરમાં નવા ઉધોગ કન્ટેનર હબ માટે ચર્ચા કરાઈ
- ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગોષ્ટી કાર્યક્રમ યોજવામાં આવ્યો
- ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગકારો અને પ્રમુખોએ આપી હાજરી
ભાવનગરઃ જિલ્લાના કેન્દ્રિય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાના માર્ગ દર્શન બાદ ચેમ્બરે નવા ઉદ્યોગ પર ગોષ્ટિ પણ કરી લીધી છે અને ઉદ્યોગકારના મત મેળવીને આ દિશામાં આગળ વધવા માનસિક તૈયારી બતાવી છે, ત્યારે આગામી દિવસોમાં કેટલાક ઉદ્યોગકારો આગળ આવી શકે છે.
ચેમ્બર ઓફ કોમર્સની કન્ટેનર હબ પર ગોષ્ટી
ભાવનગર જિલ્લો અલંગ સ્ક્રેપ માટે પ્રસિદ્ધ છે, ત્યારે હવે કેન્દ્રિય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ ચેમ્બર ઓફ કોમર્સ સહિત ઉદ્યોગકારોને ઉજળી તકોની દિશા દર્શાવ્યા બાદ ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગોષ્ટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ ઉદ્યોગકારો જોડાયા હતા અને ભાગ લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા જાણો શું ?
ભાવનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે કન્ટેનર હબ પર શું વિચાર્યું
કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ ચેમ્બર ઓફ કોમર્સને એક દિશા સૂચવી હતી અને કન્ટેનર હબ બનાવવા ઉદ્યોગકારોને પહેલ કરી હતી, ત્યારે ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગોષ્ટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સમાં અલગ-અલગ એસોસિયેશનના ઉદ્યોગકારો અને પ્રમુખોએ હાજરી આપી હતી. જેમાં દરેક ઉદ્યોગકારોનો મત જાણવાની કોશિશ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં અલગ-અલગ વ્યવસાયો અને ઉદ્યોગો ચાલી રહ્યા છે, ત્યારે વધુ એક નવો ઉદ્યોગ લાવવાની વાત થતા અને તેને વેગ આપવાની નેતાઓ દ્વારા દિશા મળતા ઉદ્યોગકારો હવે વિચાર કરતા થઇ ગયા છે.
ચેમ્બરના ગોષ્ટી કાર્યક્રમમાં કોણ આવ્યું અને શું આપ્યા મત
ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સના ગોષ્ટી કાર્યક્રમમાં નિષ્ણાંતો અને બાયરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેની વચ્ચે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોષ્ટીમાં પુષ્પક લોજીસ્ટીક કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર અને નેશનલ શીપીંગ બોર્ડના મેમ્બર રાહુલ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 2 માસથી કન્ટેનરની દિશા તરફ કામ કરી રહ્યા છે અને તેમને સર્વે પણ કરેલો છે સાથે ભાવનગરમાં તેના ઉજળા સંજોગો હોવાનું જણાવ્યું હતું સાથે કહ્યું હતું કે, હાલમાં દોઢસો ગણી માગ છે અને અને હજીરામાં કન્ટેનરના પાર્ટ્સ બનાવવાનું હબ છે માટે ફાયદો ઘણો છે હાલમાં ભાવનગરમાં 8 કન્ટેનર બનાવવા ઓર્ડરો કેટલીક કંપની પાસે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડના જનરલ મેનેજર અતુલ શર્માએ જણાવ્યું હતું કે, ભાવનગર બંદરની આસપાસ આ પ્રકારના એકમો ઉભા થાય તો લોગીસ્તિક ફાયદો પણ થઇ શકે તેમ છે કારણ કે બંદર નજીક હોવાથી તેમને ફાયદો થશે.
રોલિંગ મિલનું મહત્વ
અલંગ શીપ રીસાયકલીંગ એસોસિયેશનના સેક્રેટરી નીતિનભાઈ કણકોલીયાએ અલંગ આસપાસ જમીન આપવામાં આવે અને ત્યાં એકમો ઉભા કરવામાં આવે તો અલંગ રીસાયકલીંગ એસોસિયેશન ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરમાં સહયોગ આપવાની પણ જાહેરાત કરી દીધી છે. કન્ટેનર માટે મહત્વના એકમ અલંગ અને બીજું રી-રોલિંગ મિલ છે, ત્યારે રી રોલિંગ મિલના પ્રમુખ હરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, કન્ટેનર માટે રો મટીરીયલ રોલિંગ મિલો પૂરું ઘણા મહદ અંશે પૂરૂં પાડી શકે તેમ છે સાથે વ્હીકલ સ્ક્રેપથી પણ તેનું રો-મટીરીયલ બનાવવામાં રોલિંગ મિલ મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. તેથી કન્ટેનર હબ ભાવનગરમાં ઉદ્યોગ ક્ષેત્રે ખુબ જ મહત્વનું હોવાનું જણાવ્યું છે.