- પ્રેસ ક્વાર્ટર પાસે ઘટી પાઈપલાઈન તૂટવાની ઘટના
- ગેસ લાઇન તૂટતા રસ્તાના રાહદારી સહિત આસપાસના લોકોમાં ભય
ઘટનાસ્થળે પહોંચી પોલીસ પણ
ભાવનગરઃ શહેરમાં ગેસ લાઇન તૂટવાની ઘટના સામે આવી છે.કેટલીક વાર લીકેજ પાઈપલાઈનમાંથી બહાર નીકળતો ગેસ સળગવાની ઘટના પણ ઘટતી હોય છે. ત્યારે મોટી માત્રામાં તૂટેલી ગેસ લાઈનથી લોકો ભયભીત થઈ ગયા હતા અને રસ્તા પર નીકળતા તથા આસપાસના લોકોમાં ડર જોવા મળતો હતો.
ગેસ પાઈપલાઈન થઈ લીક
ભાવનગરના પ્રેસ ક્વાર્ટર પાસે સિક્સલેન રસ્તાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે પ્રેસ ક્વાર્ટરનો બીજો રસ્તો કહેવાતા અને શેવોરેટ કારનો શોરૂમની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન લાઇન મોટા પ્રમાણમાં તૂટી હતી. લાઇન તૂટતા હાલ રસ્તાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.
લાઇન તૂટવાથી પોલીસ ઘટનાસ્થળે શા માટે ?
ભાવનગરમાં દેસાઈનગરથી નારી ચોકડી વચ્ચે વારંવાર પીએનજી ઘરેલુ ગેસની લાઇન તૂટવાના બનાવ બનતા રહ્યા છે, ત્યારે ભાવનાગરમાં આજે તૂટેલી ગેસ લાઈનથી રસ્તા પર નીકળતા વાહનોના અવાજ પણ સંભળાય નહીં તેટલી મોટી માત્રામાં લાઈન તૂટી ગઈ હતી. ગેસની લાઈનમાંથી નીકળતા ગેસનો અવાજ એટલો હતો કે, આસપાસના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. તેથી પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને પોલીસને ગોઠવી દેવામાં આવી હતી.
ગેસની પાઈપ લાઈન તુટવાથી ગેસ લીક થઈ રહ્યો હતો. જેને કારણે ગેસથી આગની ઘટના ન બને તે માટે સાવચેતી રાખવામાં આવી હતી.