ETV Bharat / state

ભાવનગરમાં ખાનગી ટ્રાવેલ્સમાંથી પકડાયો વિદેશી દારૂ - MANISH THAKAR DYSP

ભાવનગર: શહેર LCB પોલીસ દ્વારા નિરમા ચોકડી પરથી ખાનગી ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ ત્રણ ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. મળેલી માહિતી પ્રમાણે ભાવનગર LCBની ટીમ નિરમા ચોકડી પાસે વોચમાં હતી. તે દરમિયાન ભયપાલસિંહ ચુડાસસાને મળેલી બાતમી પ્રમાણે મુંબઈ-ભાવનગર ચાલતી ખાનગી ટ્રાવેલ્સમાં ભારતીય બનાવટના દારૂની હેરાફેરી થઈ રહી છે.

ભાવનગરની નિરમા ચોકડી પરથી ખાનગી ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો
author img

By

Published : May 26, 2019, 11:03 PM IST

ત્યારે આ ટ્રાવેલ્સમાં મુંબઈથી ભારતીય બનાવટનો દારી ભરીને ભાવનગર આવવાનો છે. આ દારૂનો જથ્થો ટ્રાવેલ્સના ડ્રાઈવરની ડીકીમાં હોવાની શક્યતા છે. આ બાતમીના આધારે આજે વહેલી સવારે નિરમા ચોકડી પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન આ ખાનગી ટ્રાવેલ્સ નિરમા ચોકડી પર આવતા તેને કોર્ડન બસને રોકીને તેની ડીકીમાંથી અલગ-અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ-અલગ બ્રાન્ડ નામની બોટલ મળી આવી હતી. જેમાં બોટલ નંગ-173 કી.રૂ.1.34 લાખ મોબાઇલ નંગ-4 કિ.રૂ. 11 હજાર તથા બસની કિ.રૂ. 15 લાખ ગણીને કુલ કિ.રૂ.16.45 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.

ભાવનગરમાં ખાનગી ટ્રાવેલ્સમાંથી પકડાયો વિદેશી દારૂ

આ સાથે જ ચેતનસિંહ ચુડાસમા, ક્લીનર મુકેશ ઉર્ફે મુન્નો ભાયાભાઇ ચુડાસમા તેમજ ડ્રાઈવર પરાક્રમસિંહ ચુડાસમાની અટકાયત કરવામાં આવી છે. આ તમામ વિરૂદ્ધ પ્રોહીબિશન કલમ ૬૫ એ ઈ ૮૧, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે. તેમજ આ ગુન્હો વેળાવદર પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર કરવામાં આવ્યો છે.

ભાવનગર એલ.સી.બી. પોલીસે નિરમા ચોકડી પરથી માયા ટ્રાવેલ્સમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૧૭૩ કિ.રૂ. ૧,૩૪,૩૦૦સસહિત કુલ કિ.રૂ. ૧૬,૪૫,૩૦૦ સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આપીઓની તપાસમાં નિરમા ચોકડી ઉપર વોચમાં હતી. તે દરમ્યાન ભયપાલસિંહ ચુડાસમાને  બાતમી રાહે હકિકત મળેલ કે મુંબઇ/ભાવનગર ચાલતી માયા ટ્રાવેર્લસ નામની બસમાં ભારતીય બનાવટના દારૂની હેરફેર થાય છે. આજરોજ તે ટ્રાવેલ્સમાં મુંબઇથી ભારતીય બનાવટનો દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની  દારૂનો જથ્થો માલ સામન ભેગો ડીકીમાં હોવાની શકયાતા છે. તેવી હકિકત મળેલ જે હકિકત આઘારે આજરોજ વહેલી સવારના નિરમા ચોકડી વોચમાં રહેતા તે દરમ્યાન માયા  ટ્રાવેલ્સની બસ નિરમા ચોકડી ઉપર આવતા તેને કોર્ડન બસને રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં અલગ અલગ બ્રાન્ડ નેઇમની કુલ બોટલ નંગ-૧૭૩ કી.રૂ.૧,૩૪,૩૦૦ની મળી આવતા તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૧૧,૦૦૦ તથા બસની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦ ગણી કુલ કિ.રૂ.૧૬,૪૫,૩૦૦ ના મુદામાલ સાથે ચેતનસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા (ઉવ. ૩૮ રહે. પ્લોટ નં- ૦૧ ચિત્રા  જી.આઇ.ડી.સી. ચેતન નિવાસ,ભાવનગર), કલીનર મુકેશભાઇ ઉર્ફે મુન્નો ભાયાભાઇ ચુડાસમા (ઉવ.૩૦ ઘંઘો-કલીનર રહે. કુંભારવાડા નારી રોડ, ભાવનગર) , તથા ડ્રાઇવર પરાક્રમસિંહ ગોવુભા ચુડાસમા (ઉવ.૪૯ રહે. કમીયાળા તા. ઘોલેરા જી. અમદાવાદ) ને ઝડપી લીધા હતા. તમામ વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫ એ ઈ ૮૧, ૧૧૬બી, ૯૮(૨) મુજબ ગુન્હો દાખલ કરી વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

બાઇટ : મનિષ ઠાકર, સિટી ડિવાયએસપી, ભાવનગર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.