ભાવનગર: શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં સવાઈગરની શેરીમાં રહેતા પડોશીઓ (Firing on Women in Bhavnagar)કરીમ શેરઅલી રાશયાણી અને અનવર વાઢવાણીયાના પરિવાર વચ્ચે બે દિવસ પહેલા બપોરે શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ જે શેરીમાં પડ્યું હોય અને જે આવવા જવાના માર્ગમાં બાધારૂપ બનતું હોય જેને લઇ થયેલી બોલાચાલીએ ઉગ્ર રૂપ(Bhavnagar Police) ધારણ કરી લેતા કરીમે પોતાની પાસે રહેલા હથિયાર વડે અનવરના પત્ની ફરીદાબહેન અને તેની પુત્રી પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા તાકીદે બંનેને ભાવનગરની સર.ટી.હોસ્પિટલમાં સારવાર(Bhavnagar Sir T Hospital )માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે ફાયરિંગની ઘટનાને અંજામ આપી કરીમ નાસી છૂટ્યો હતો. જયારે ફાયરીંગની ઘટનાને પગલે એસપી, એએસપી, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી - બે દિવસ પહેલા બનેલ સવાઈગરની શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ બાબતે થયેલ ઝઘડામાં થયેલ ફાયરિંગમાં માતા-પુત્રીને ઈજાઓ થતા સરકારી (Bhavnagar LCB and SOG Police)હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવેલ જેમાં આજરોજ સારવાર લઇ રહેલ બે મહિલામાં ફરીયાલબહેન અનવરઅલી નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થતા પોલીસ દ્વારા મહિલા પર થયેલ ફાયરિંગની ઘટના માં દાખલ કરેલ 307ની કલમમાં મોત નીપજતા વધુ હત્યાની 302 ની કલમ ઉમેરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં યુવતીના પગમાં કર્યું એક રાઉન્ડ ફાયરિંગ, આરોપીની કરી અટકાયત
સામન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગસવાઈગરની શેરીમાં બિલ્ડીંગ કન્ટ્રકશન માટેના જરૂરી મટીરીયલ બાબતે ઝઘડામાં થયેલ ફાયરિંગમાં મહિલાનું મોત નીપજતા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વધુમાં જણાવેલ કે તેમજ ફાયરિંગ કરી ફરાર બનેલ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા LCB,SOG તેમજ લોકલ પોલીસ મળી કુલ 4 ટીમો બનાવી ફરાર આરોપીને ઝડપી પાડવા શહેરમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Firing on Women in Bhavnagar : સામાન્ય બાબતે બે મહિલાઓ પર ફાયરિંગ કરી પાડોશી નાસી ગયો