- સણોસરાના ચોરવડલા ગામે ડુંગરાળ વિસ્તારમાં આગ
- સ્થાનિક લોકો દ્વારા ફાયરમાં કરાઈ જાણ
- ફાયર વિભાગ દ્વારા બે ગાડી પાણીનો છટકાવ બાદ આગ કાબુમાં
- આગ લાગવાનું કારણ હાલ જાણવા મળેલ નથી
ભાવનગર : સિહોર તાલુકાના સણોસરા ગામ નજીકના ચોરવડલા ગામે ડુંગરાળ વિસ્તારમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી જઇ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
સિહોર ફાયર વિભાગ દ્વારા બે ગાડી પાણીનો છંટકાવ
સિહોર નગરપાલિકા ફાયર વિભાગના સ્ટાફે ડુંગર વિસ્તારમાં લાગેલ આગને કાબુમાં લેવા બે ગાડી પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કયા કારણોસર લાગી તે જાણવા મળેલ નથી. પરંતુ આગ પર સમયસર કાબુ મેળવતા મોટી નુકશાનીમાંથી રાહત મળી હતી.