- ગારીયાધાર : શેત્રુંજી નદીમાં પિતા-પુત્ર તણાયા
- ગ્રામજનો દ્વારા મૃતદેહની શોધખોળ ચાલું
- પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા
ભાવનગરઃ ગારિયાધારના ઠાસા ધોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઈનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તેના પિતાની શોધ ખાળ ચાલું છે. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતું, ત્યારે બાઇક પર સવાર બંને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા.લાધાભાઇ લીંબાભાઈ ગોહિલ તેમજ તેમનાનો પુત્ર રોહિત લાધાભાઈ ગોહિલ બાઈક લઈ ભમોદરા ગામે જતા હતા, ત્યારે આ ઘટના બની હતી.
આ પણ વાંચોઃ વડોદરાની જાંબુવા નદીના પૂરમાં નિવૃત PI કાર સાથે તણાતા, ફાયર બ્રિગેડ કર્યું રેસ્ક્યૂ
પિતા-પુત્ર નદીમાં તણાયા
પુત્ર રોહિતના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે નદીના પાણીમાં તણાયેલા તેમના પિતા લાધાભાઇની શોધખોળ ચાલું હતી. તેમના પુત્ર રોહિત પરણિત હોવાથી જેમાં તેમને ત્રણ દીકરી તેમજ એક પુત્ર હોવાનું તેમના પરિવારજનો દ્વારા જણાવ્યું હતું બંને પિતા-પુત્ર ઇટો પાડવાની કામગીરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પુત્ર રોહિતના મૃતદેહને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેમના પિતાની શોધખોળ ચાલું હતી.
આ પણ વાંચોઃ મહિસાગરમાં પાણીમાં તણાતા વૃદ્ધને આકાશમાંથી મળી મદદ!વંચોઃ