ETV Bharat / state

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ

author img

By

Published : Dec 23, 2020, 7:21 PM IST

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં કપાસની ખરીદીનું સીસીઆઈ કેન્દ્ર હજુ સુધી શરૂ ન થતાં ખેડૂતોને તળાજા-મહુવા સુધીના ધક્કા ખાવા પડી રહ્યાં છે. પાલીતાણા પંથકમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું છે. હાલ કપાસના પાકનું પણ ખેડૂતોને સારું ઉત્પાદન થયું છે પરંતુ સીસીઆઈ દ્વારા કેન્દ્રો શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. પાલીતાણા માર્કેટિંગ યાર્ડ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ છે.

પાલીતાણા માર્કેટિંગ યાર્ડ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ
પાલીતાણા માર્કેટિંગ યાર્ડ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ
  • પાલીતાણા માર્કેટિંગ યાર્ડ સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવા ખેડૂતોની માગ
  • બે સીસીઆઈ કેન્દ્રની મંજૂરી પણ એકપણ કેન્દ્ર ખુલ્યું નથી
  • પાલીતાણા પથકમાં કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરાયું

    ભાવનગરઃ ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા કપાસની ખરીદી અર્થે સીસીઆઈ કેન્દ્રની માગ કરવામાં આવી હતી અને તેને લઇ સરકાર દ્વારા એક નહીં બે-બે કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. પરંતુ બેમાંથી એક પણ કેન્દ્ર શરુ નહીં થતા ખેડૂતોને તળાજા મહુવા સુધીના ધરમના ધક્કા ખાવા મજબૂર થવું પડી રહ્યું છે. હાલ તળાજા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સીસીઆઈ કેન્દ્ર છે. પાલીતાણા ગારીયાધાર અને જેસર પંથકના ખેડૂતો પોતાનો કપાસ વેચવા તળાજા મહુવાના ધક્કા ખાઈ રહ્યાં છે. ખેડૂતોનું કહેવું છે કે, તળાજા અને મહુવાના ધક્કા નથી પોસાય તેમ, કેમ કે ત્યાં સીસીઆઈ દ્વારા ભાવ તો આપવામાં આવે છે પરંતુ અહીંથી તળાજા મહુવા લઇ જવાનું ભાડું મોઘું પડી રહ્યું છે. તો પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા જાય તો ત્યાં પુરતા ભાવ નથી મળી રહ્યાં. હાલ પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં ઓપન બજારમાં માત્ર 900 થી લઈ 1000 સુધીનો ભાવ મળી રહ્યો છે. જો સીસીઆઈ કેન્દ્ર શરુ થાય તો ખેડૂતોને 1155 ભાવ મળે તેમ છે. પરંતુ અત્યાર સુધી કેન્દ્ર શરુ ન થતાં ખેડૂતો મુશ્કેલીઓમાં મૂકાયાં છે.
    બે સીસીઆઈ કેન્દ્રની મંજૂરી પણ એકપણ કેન્દ્ર ખુલ્યું નથી

  • આશ્વાસનઃ બન્ને કેન્દ્રો આઠ દિવસમાં શરૂ થઇ જશે

    પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં જેસર ગારીયાધાર અને સિહોર પંથકમાંથી ખેડૂતો મોટીસંખ્યામાં પોતાની પાક જણસ વેચવા અર્થે આવે છે. હાલ કપાસની સીઝન છે. તેવામાં પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ને બે-બે સીસીઆઈ કેન્દ્રો ફાળવામાં આવ્યાં છે. જેમાં એક નોઘણવદર ગામે એક કેન્દ્ર ફાળવામાં આવ્યું છે, તો એક પાલીતાણામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી કેન્દ્ર શરૂ કરવાનું મુહૂર્ત જ નથી આવ્યું. જેને લઇ ત્રણ તાલુકાના ખેડૂતને તળાજા મહુવાના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ મામલે પાલીતાણા માર્કેટિંગ યાર્ડના સેકેટરીને પૂછતાં જણાવ્યું કે પાલીતાણામાં માત્ર બે થી ત્રણ જીનિંગો આવેલા છે તેને કારણે ખેડૂતો ઓછા આવે છે જેને લઇ કેન્દ્ર શરુ થવા મોડું થયું છે. પરંતુ અમારા લેવલથી ખેડૂતોની રજૂઆતને ધ્યાન લઈ બન્ને કેન્દ્રો આઠ દિવસમાં શરૂ થઇ જશે. જોકે યાર્ડના સેકેટરી પણ માની રહ્યાં છે કે યાર્ડમાં ઓપન બજારમાં ખેડૂતો ને ઓછા ભાવ મળી રહ્યાં છે પરંતુ સીસીઆઈ કેન્દ્ર શરૂ થશે એટલે સારો ભાવ પણ મળી રહેશે અને ટૂંક સમયમાં બન્ને કેન્દ્ર શરૂ પણ થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.