ETV Bharat / state

ડુંગળીની નિકાસબંધીનો મામલો બિચક્યો, રોષે ભરાયેલા ખેડૂતોએ નેશનલ હાઈવે બાનમાં લીધો

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કેન્દ્ર સરકારના નિર્ણયથી માહોલ ગરમાયો છે. આ અંગે જનપ્રતિનિધિઓ ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ ક્યાંય જોવા મળતા નથી, ત્યારે રોષ ચરમસીમાએ પહોંચી જતા આજે ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે. મહુવામાં ખેડૂતોએ નેશનલ હાઇવે બાનમાં લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની સમસ્યા અને માંગ અંગે વિગતવાર માહિતી આપતા ખેડૂત આગેવાને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 14, 2023, 5:54 PM IST

ડુંગળીની નિકાસબંધીનો મામલો બિચક્યો
ડુંગળીની નિકાસબંધીનો મામલો બિચક્યો
ડુંગળીની નિકાસબંધીનો મામલો બિચક્યો

ભાવનગર : ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે ભાવનગર જિલ્લામાં તમામ યાર્ડને તાળા વાગ્યાં છે. ઉપરાંત ખેડૂત આગેવાન દ્વારા સરકારના નિકાસબંધીના નિર્ણયને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ડુંગળીના ભાવ નિશ્ચિત કરવા અને નિકાસબંધી હટાવી લેવાની છ દિવસની ચીમકીને લઈને ખેડૂતો અકળાયા છે. ત્યારે ખેડૂત આગેવાને ખેડૂતોની માંગ અને સમસ્યા અંગે વિગતવાર માહિતી આપી હતી.

ખેડૂતોએ નેશનલ હાઈવે બાનમાં લીધો : ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મામલે રાજ્યભરના ખેડૂતોમાં આક્રોશ છે. આ મામલે સ્થાનિક ચૂંટાયેલા ધારાસભ્ય કે સાંસદ આ મામલે ડોક્યુ કરવા પણ આવ્યા નથી કે સરકારમાં રજૂઆત પણ નહીં કરી હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાને પોતાનું નિવેદન આપ્યું હતું. ત્યારે બીજી બાજુ ભાવનગરના મહુવામાં સોમનાથ નેશનલ હાઈવે પર ખેડૂતો ઉતરી આવ્યા હતા. ખેડૂતોએ રોડ પર પથ્થર મૂકી અને રોડ પર બેસી જઈને હાઈવે બ્લોક કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ડુંગળીની નિકાસબંધીથી નુકસાન : ભાવનગર જિલ્લાના મહુવામાં બે દિવસ યાર્ડ બંધ રહ્યા બાદ ભાવનગરમાં પણ ડુંગળીની નિકાસબંધી મામલે ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી દીધા હતા. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી તેનાથી ખેડૂતોને રુ.200 થી 300 મળે છે, જે અગાઉ રુ.700 મળતા હતા. ખેડૂતોને નુકસાન થાય છે.

એક વીઘામાં ડુંગળી પકવવા માટે 58 થી 60 હજારનો ખર્ચ થવા પામે છે. આ લોકો જે આંકડા બતાવે છે એ ખોટા બતાવે છે. ડુંગળીમાં ખેડૂતોને 700 મળે એમાં કોઈ ખેડૂત કરોડપતિ થાય નહીં. -- ભરતસિંહ વાળા (ખેડૂત આગેવાન, ભાવનગર)

ખેડૂત આંદોલનને સમર્થન : ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા વધુમાં કહ્યું કે, સરકારે નિકાસબંધી કરી તેના 10 કલાકમાં અમારો વિરોધ હતો, એટલે અમે નિકાસબંધીનો વિરોધ કરીને છ દિવસમાં નિકાસબંધી હટાવી લેવા માટે કહ્યું છે, નહીંતર જોવા જેવી થશે. અત્યારે ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલના ખેડૂતોએ જે વિરોધ કર્યો છે તેને લઈને અમારું સમર્થન છે.

ડુંગળીની નિકાસબંધીથી નુકસાન
ડુંગળીની નિકાસબંધીથી નુકસાન

એક વીઘે ડુંગળીનો ખર્ચ કેટલો ? ભારતમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતના ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર મોટા પાયા પર થાય છે. ત્યારે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ઘટેલા ભાવને લઈને ચારે તરફ વિરોધનો વંટોળ ઉભો થયો છે. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ડુંગળી પકવવા પાછળના ખર્ચમાં સૌથી પહેલા પસીયાના ખેતર તૈયાર કરવા માટે એક વીઘા દીઠ પાંચ હજાર આપવા પડે છે. જેમાં 20 દાડીયા જોઈએ અને એક દાડીયાના 400 રૂપિયા લેખે 8000 થાય છે. તેવી રીતે કળી લાવવી હોય તો એક વીઘે 10 થી 15 હજાર રૂપિયા તેના થાય છે.

સરકારે નિકાસબંધી કરી તેના 10 કલાકમાં અમારો વિરોધ હતો, એટલે અમે નિકાસબંધીનો વિરોધ કરીને છ દિવસમાં નિકાસબંધી હટાવી લેવા માટે કહ્યું છે, નહીંતર જોવા જેવી થશે. અત્યારે ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલના ખેડૂતોએ જે વિરોધ કર્યો છે તેને લઈને અમારું સમર્થન છે. -- ભરતસિંહ વાળા (ખેડૂત આગેવાન, ભાવનગર)

ખર્ચ-આવકનું ગણિત : ભરતસિંહ વાળાએ વધુમાં જણાવ્યું કે, આ સિવાય દવા, ખાતર, પાણી અને પાણી વાળવાની નેજા ખોદવાની મજૂરી 10 થી 15 હજાર જેવી થવા જાય છે. ડુંગળી પાકે એટલે ખેંચવા માટે 20 દાડીયા જોઈએ એટલે એ 8000 ખર્ચ થાય છે. એક થેલીના 40 એક ના લાગે છે અને ખેતરથી યાર્ડ સુધી પહોંચાડવાના ભાડા પણ થાય છે. આમ એક વીઘામાં ડુંગળી પકવવા માટે 58 થી 60 હજારનો ખર્ચ થવા પામે છે. આ લોકો જે આંકડા બતાવે છે એ ખોટા બતાવે છે. ડુંગળીમાં ખેડૂતોને 700 મળે એમાં કોઈ ખેડૂત કરોડપતિ થાય નહીં.

સીધી બાત, નો બકવાસ : ભાવનગર જિલ્લાના મહુવામાં પ્રથમ ડુંગળીની નિકાસબંધીને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યા બાદ તળાજા અને સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરના ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ જનપ્રતિનિધિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાવનગરના કોઈ ધારાસભ્ય કે સાંસદ ખેડૂતોના હાલચાલ પણ પૂછ્યા નથી કે સરકારમાં રજૂઆત પણ કરી નથી. માર્કેટિંગ યાર્ડના નેતાઓ પણ કોઈ ખેડૂતને મળવા જતા નથી. અમારે આ ધતિંગ કે સબસીડી જોતા નથી. અમને ડુંગળીના 1000 રૂપિયા કરી દેવામાં આવે નહીં તો ગુજરાતના ખેડૂતો રોડ ઉપર આવશે.

ભાવનગર યાર્ડ અચોકસ મુદત માટે બંધ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 13 તારીખના રોજ ડુંગળીના 200 થી 300 રૂપિયા મળતા ખેડૂતો રોષે ભરાયા હતા. ત્યારે કપાસ અને મગફળીના ભાવમાં પણ ઘટાડો હોવાને પગલે ખેડૂત યાર્ડમાં હરાજી બંધ કરાવી હતી. જોકે આ સાથે વ્યાપારીઓ વજન કપાત કરતા હોવાનો પણ પ્રશ્ન ઉભો થતાં વધુ રોષે ભરાઈને ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા હતા. જોકે યાર્ડ દ્વારા જાહેર હિતમાં ખેડૂતોને જાણ કરવામાં આવી છે કે, વજન કપાતના નિયમને લઈને વ્યાપારી સાથે ઉભા થયેલા પ્રશ્નોને લઈને અચોક્કસ મુદત માટે યાર્ડ બંધ કરવામાં આવે છે. જેથી કોઈ પણ પ્રકારની જણસી લઈને ખેડૂતો આવે નહીં તેવી જાહેરાત કરાઈ છે.

  1. Talati Exam: 'સરકારના નિર્ણયથી સારા કર્મચારીઓ મળશે, પરંતુ ધો 12 પાસ કરેલા ઉમેદવારો નાસીપાસ થશે' - ઉમેદવારો
  2. આંગણવાડી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે 6 વર્ષથી ન્યાય મળ્યો નથી, રઝળપાટમાં 4 દિવસનો પુત્ર પણ ગુમાવ્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.