ETV Bharat / state

ભાવનગરમાં જાહેર રસ્તા પર ઈંડા કે નોન-વેજનું વેચાણ નહી કરી શકાય, મનપામાં ઠરાવ પસાર

ભાવનગર શહેરમાં ઈંડા કે નોન-વેજ(Eggs or non-veg)ની લારીઓ કે દુકાનો જાહેર રસ્તા પર કે સર્કલોમાં રાખી શકાશે નહીં. ભાવનગર મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation)એ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પસાર(Passed the resolution in the Standing Committee) કરીને પ્રતિબંધ મૂકી દીધો છે. બે થી ત્રણ વખત પકડાશે તો FIR સુધીની કાર્યવાહી કરવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં જાહેર રસ્તા પર ઈંડા કે નોન-વેજનું વેચાણ નહી કરી શકાય, મનપામાં ઠરાવ પસાર
ભાવનગરમાં જાહેર રસ્તા પર ઈંડા કે નોન-વેજનું વેચાણ નહી કરી શકાય, મનપામાં ઠરાવ પસાર
author img

By

Published : Nov 13, 2021, 12:13 PM IST

  • શાકાહારી લોકોની લાગણી ના દુભાય તે માટે મનપા દ્વારા નિર્ણય કરાયો
  • ભાવનગર મહાનગરપાલિકાએ મચ્છી મટન અને ઈંડાની લારી દુકાનો સામે શસ્ત્ર ઉગામયુ
  • સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર માર્ગો, સર્કલો અને તળાવની આજુબાજુમાં ફરમાવ્યો પ્રતિબંધ

ભાવનગરઃ શહેરમાં ઈંડા અને નોન-વેજ (Eggs or non-veg)જાહેર રસ્તાઓ પર વેચવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાના ભાજપના નગર સેવક (BJP's Nagar Sevak)અને આરોગ્ય કમિટીના ચેરમેને પણ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે બીજી બાજુ સરકારના પણ આકરા પાણીએ છે તેવામાં મહાનગરપાલિકાની કોઈ ગાઈડલાઈન કે નિયમો ઈંડા કે નોન-વેજના(Eggs or non-veg) વહેચાણ પર નથી. ત્યારે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને અંતે પ્રતિબંધ (Passed the resolution in the Standing Committee)જાહેર કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં જાહેર રસ્તા પર ઈંડા કે નોન-વેજનું વેચાણ નહી કરી શકાય, મનપામાં ઠરાવ પસાર

ભાવનગર શહેરમાં ઈંડા અને મચ્છીનું જાહેરમાં વહેચાણ

શહેરના ગંગાજળિયા તળાવ,ચિત્રા મસ્તરામ બાપાના મંદિર નજીક સુભાસનગર બાજુ જાહેરમાં નોન-વેજનું (Eggs or non-veg)વહેચાણ થાય છે. રસ્તા પરથી પસાર થતા લોકોને તેની દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય શહેરમાં ઠેર ઠેર ઈંડાની લારીઓ દર એક કિલોમીટરે મળી આવે છે. ભાવનગરમાં ખાદ્ય ચીજ અને ખાણીપીણીની જેમ ઈંડાની લારીઓ જોવા મળે છે નિયમો છે કે કેમ પ્રજાને ખ્યાલ નથી. રસ્તા પર નોન-વેજ વહેચાય છે જેનો ભૂતકાળમાં વિરોધ થયેલો અને નિવેડો લાવવા કલેકટર કક્ષા સુધી મામલો પોહચ્યો હતો.પરંતુ થોડા સમયમાં જે સ્થિતિ હતી તે જ ઉભી થઇ ગઈ છે.

મહાનગરપાલિકાનો શું નિયમ અને શું કહ્યું અધિકારીએ

ભાવનગર શહેરમાં ઈંડાની લારીઓ કે મચ્છી જાહેર રસ્તા પર વેહચવા સામે કોઈ નિયમ નથી આવું મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી આર કે સિંહાએ જણાવ્યું છે વધુમાં કહ્યું હતું કે ઈંડાની લારીઓ કે મચ્છી માટે કોઈ ગાઈડલાઈન નથી. સરકાર કોઈ પગલાં ભરે અને નિર્ણય કરશે તો એ મુજબ આગામી દિવસોમાં કામ કરશું. ભાજપના નગર સેવક રાજેશભાઈ પંડ્યા આરોગ્ય કમિટીના ચેરમેન છે તેમને પણ વિરોધ નોંધાવીને કમિશનર અને આરોગ્ય અધિકારીને જણાવ્યું છે.

જાહેર રસ્તા પર ઈંડા અને નોન-વેજની દુકાનો સામે પ્રતિબંધનો ઠરાવ

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી દેવામાં આવ્યો છે જ્યારે સમગ્ર ગુજરાતમાં મામલો ગરમાયો છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર માર્ગો,સર્કલો અને તળાવની આસપાસ કોઈ ઈંડા કે નોન-વેજની દુકાનો રાખી શકશે નહીં. મહાનગરપાલિકા હવે આગામી દિવસોમાં આવી લારી કે દુકાન હશે તો તેની સામે કાર્યવાહી કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે આજ સ્ટેન્ડિંગ કમિટીની અંદર 24 તુમારો રજૂ થયા જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહત્વની વાત અત્યારે જાહેર રસ્તા, બાગ બગીચા, તળાવના કિનારા કે મુખ્ય રસ્તાઓ હોઈ જ્યાં લોકોની લાગણી દુભાતી હોઈ એવા વિસ્તારની અંદર ઈંડા ફિશ માસ મટન ની લારી ઉભી રહેતી હોય તો અથવા જાહેરમાં જ્યાં લોકોની દુકાનો હોઈ તો તે બંધ કરાવવામાં આવશે. જો વારંવાર એકને એક વ્યક્તિ બે થી ત્રણ વખત કે વધુ વખત પકડાશે તો FIR પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ પોતાના લાભની જ ચિંતા કરી સરકારી કર્મચારીઓ બની રહ્યા છે શિક્ષકો: સી.આર.પાટીલ

આ પણ વાંચોઃ નોટિસ આપ્યા વિના SVP હોસ્પિટલમાંથી નર્સિંગ સ્ટાફને છૂટો કરાયાની રાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.