ભાવનગર મહાદેવની ભક્તિના વિરામ બાદ વિઘ્ન હર્તા ગણપતિ દાદા આવી (Ganesh Chaturthi 2022)ગયા છે. માટીની મૂર્તિઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ભાવનગરમાં રસ્તા પર ઇક્કો ફ્રેન્ડલીના ગણપતિ સ્ટોલમાં (Clay idol of Ganapati)રસ્તા પર જોવા મળી રહ્યા છે. ETV Bharat એ માટીના મૂર્તિઓની કલાત્મકતા સાથે દર્શન (Ikko friendly Ganapati)અને તેની કિંમત તમારા માટે જાણી છે. જુઓ અહેવાલ.
ગણપતિ દાદા આ વર્ષે નવા વેશમાં ગણપતિ બાપ્પાના આગમન કરાવવા લોકો ઉત્સુક છે ત્યારે ગણપતિ બપ્પાનું સર્જન કરનાર જાહેરમાં ગણપતિ દાદાને લઈને આવી પહોંચ્યા છે. ભાવનગરમાં ગણપતિના મૂર્તિકારોએ સરકારના નીતિ નિયમમાં માટીના ગણપતિ બપ્પાની અદભુત મૂર્તિઓનું (Ikko Friendly Ganpati Idol in Bhavnagar)સર્જન કર્યું છે. ગણપતિ દાદા આ વર્ષે નવા વેશમાં જોવા મળશે. જો કે કિંમત થોડી બાપ્પાની વધુ આપવી પડશે ત્યારે લોકોના મત અને મૂર્તિકારો વિશે જાણીએ.
ભાવનગરમાં ગણપતિ બાપ્પાનું આગમન ભાવનગર શહેરમાં ગણપતિ બાપ્પાને લઈને સર્જનકારો જાહેરમાં આવી ગયા છે. ભાવનગરના રૂપાણી અને વેલેન્ટાઈન સર્કલમાં ઇક્કો ફ્રેન્ડલી ગણપતિ બાપ્પાના સ્ટોલ લાગી ગયા છે. અદભુત ગણપતિ બાપા આ વર્ષે નવા લુક એટલે વેશભૂષામાં જોવા મળી રહ્યા છે. મોંઘવારીમાં શ્રદ્ધા અને ભાવના ધરાવતા પરિવારો પણ બાળકો સાથે ગણપતિ બાપ્પાને ચતુર્થીના દિવસે ઘરે લાવવા અત્યારથી આયોજન કરી રહ્યા છે.
આ પણ વાંચો ગણપતિ બાપા લાવવા પડશે મોંઘા : ભાવોના પગલે ઉત્પાદન પણ ઓછું
માત્ર માટીના ગણપતિ બાપ્પા અને અલગ વેશભૂષામાં હાલમાં સરકારના નિયમ મુજબ ગણપતિ દાદા માટીના બનાવવામાં આવી રહ્યા છે. સર્જનકારો માટીના અદભુત ગણપતિ દાદાનું સર્જન કર્યું છે. ગણપતિ હાલમાં પાઘડીવાળા, મોરપીંછ વાળા, ફુમકી વાળા વગેરે સ્ટોલમાં જોવા મળી રહ્યા છે. ઘણા ગણપતિ દાદાના વસ્ત્રો પણ હવે જોવા મળી રહ્યા છે. ભગવાનની માથે પાઘડી તેમનું આકર્ષણ બની રહી છે. રસ્તા પર નિકળનારી દરેક વ્યક્તિઓ આકર્ષાય રહી છે. મૂર્તિના સર્જનહાર જયદીપભાઈનું કહેવું છે કે તેમની 25 લોકોની ટીમ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી રહ્યા છે. કોઈ મૂર્તિમાં કલર તો કોઈમાં વસ્ત્ર અને પાઘડીઓ પહેરાવામાં આવી છે. લોકોની ડિમાન્ડ મોંઘવારીમાં પણ છે અને પાઘડીવાળા ગણપતિની વધુ માંગ છે.
મૂર્તિ આ વર્ષે શું ભાવમાં ઉપલબ્ધ હશે અને ક્યાં સુધીની કિંમત ભાવનગરમાં ગણપતિ બનાવતા મૂર્તિકારો સંપૂર્ણ માટીની બનાવટમાં લાગી ગયા છે. મોંઘવારીમાં મૂર્તિ નાનામાં નાની કિંમત 300 રૂપિયા મુકવામાં આવી છે. ત્યારે સૌથી મોટી મૂર્તિ 8000 સુધીની માટીમાં તૈયાર કરવામાં આવી છે. લોકોના બજેટ બહાર હવે માટીમાં 50 રૂપિયાની કે 100 રૂપિયાની મૂર્તિઓ મળી રહે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. ભાવનગરમાં ગણપતિ ઉત્સવની જોરદાર તૈયાર થઈ રહી છે. પરંતુ ઘરે ગણપતિ લાવવા માંગતા પરિવારોને ગણપતિ બાપા માટે ખીચ્ચું થોડું ઢીલું રાખવાની તૈયારી જરૂર રાખવી પડશે.
આ પણ વાંચો ગણેશ ચતુર્થી પર આ રાશિના લોકોને વિશેષ પૂજાથી થશે ફાયદો, જાણો વિશેષ પૂજા
લોકોના વિચાર અને મોંઘવારીની અસર ગણપતિ ઉત્સવમાં ગણપતિ લેવા આવતા લોકોનું બજેટ ફિક્સ હોય છે. ગણપતિ લેવા આવેલા રઘુવીર મોરીએ જણાવ્યું હતું કે મોંઘવારી હાલમાં ગરીબ અને મધ્યમ વર્ગને નડી રહી છે. આ બંને વર્ગ પીસાય રહ્યા છે. ત્યારે ગણપતિ ઉત્સવમાં આગ્રહ લોકો ઇક્કો ફ્રેન્ડલી ગણપતિનો રાખે તે જરૂરી છે. પ્રદુષણ સામે લડવા માટીના ગણપતિ જરૂરી છે. મોંઘવારી લોકોને નડશે પણ શ્રદ્ધામાં મોટી લેનાર મૂર્તિઓ નાની મૂર્તિઓની ખરીદી કરે તેવું બની શકે છે.