ભાવનગર: ચકચારી ડમીકાંડે રાજ્યમાં સમગ્ર સરકારને હલબલાવી નાખી છે. આરોપીઓ પકડવાનો સિલસિલો બંધ થતો જ નથી. ફરિયાદમાં 36 નામો પૈકી ફરિયાદ બહારના પણ કેટલાક શખ્સો ઝડપાયા છે. ઘણા દિવસથી શાંત પડેલા ડમીકાંડમાં પોલીસે વધુ બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ બંને શખ્સો સગા ભાઈઓ છે અને તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ છે. યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડ ઉપરથી પડદો ઊંચકયા બાદ પોલીસ દ્વારા ફરિયાદી બનીને ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ડમીકાંડમાં કેટલા આરોપી અને કેટલા પકડાયા: મુખ્ય આરોપી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી કે દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયા ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ પૂછપરછમાં નામો ખુલતા જતા આરોપીઓનો આંકડો ધીરે-ધીરે આગળ વધ્યો હતો. ફરિયાદમાં 36 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાયેલી છે. ત્યારે LCB ના પીઆઇ ભાવેશ શીંગરખીયાએ જણાવ્યું હતું કે પોલીસે 36 માંથી 15 જેટલા આરોપીઓને ઝડપી લીધેલા છે. જ્યારે ફરિયાદ બહારના જ 20 જેટલા ડમીકાંડમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાયા છે, ત્યારે આજે વધુ બે મળીને કુલ આંકડો 35 ઉપર પહોંચ્યો છે.
હાલમાં પકડાયેલા બે શખ્સો કોણ: ભાવનગર ડમીકાંડમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાયેલી છે. ત્યારે પોલીસે 15 જેટલા આરોપીઓ ફરિયાદના ઝડપી લીધા છે. તેમાં થોડા દિવસ બાદ ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ દિનેશ બટુકભાઈ પંડ્યા અને તેનો ભાઈ ભદ્રેશ બટુકભાઈ પંડ્યા હાથ લાગી ગયા છે. પોલીસે બંનેની ધોરણસર અટક કરીને પૂછતાછ હાથ ધરી છે. જો કે આ બંને ભાઈઓને હવે કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ મેળવી શકે છે. જો કે ડમીકાંડનો આંકડો ખૂબ મોટો છે. ત્યારે પોલીસને હાલ માત્ર 15 જેટલા જ આરોપીઓ હાથ લાગ્યા છે. પરંતુ સારી બાબત એ છે કે ડમીકાંડની ફરિયાદ બહારના પણ 20 જેટલા શખ્સો પકડવામાં પોલીસને સફળતા મળી છે.
પકડાયેલો બે ભાઈઓમાં પોલીસ કોન્સ્ટેબલ કોણ: ડમીકાંડમાં જોઈએ તો મોડેસ ઓપરેન્ડીમાં ડમી વિદ્યાર્થી હોશિયાર શોધવામાં આવતો હતો અને મુખ્ય પરીક્ષાથીની જગ્યાએ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતો હતો. ભાવનગર પોલીસે જાહેર કર્યું હતું કે હાલમાં પકડાયેલા બંને સગા ભાઈઓમાં દિનેશ બટુકભાઈ પંડ્યા બગદાણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 20223માં દિનેશ બટુકભાઈ પંડ્યાએ પોતાના ભાઈ ભદ્રેશની SI એટલે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા ડમી તરીકે આપી હતી. પોલીસે પકડેલા સગા ભાઈઓમાં દિનેશ ગ્રીન ટીશર્ટ વાળો બગદાણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબ તરીકે ફરજ બજાવતો હતો. જો કે પોલીસે હાલ બંને ભાઈઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.