ભાવનગર: જિલ્લાના ધોળા રેલવે સ્ટેશનમાં ડબલ ડેકર માલગાડીના વેગન ઉતરી જતા અન્ય ટ્રેનો પ્રભાવિત થઈ હતી. જો કે મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ ટ્રેનના વેગન ઊતરી જતા 19 તારીખની રાતની ટ્રેનો મોડી ઉપડી હતી.
રેલવે વ્યવહાર ખોરવાયો: ભાવનગર જિલ્લાના રેલવેના ધોળા જંકશન ખાતે ડબલ ડેકર માલગાડી ટ્રેક પરથી ઉતરી જતા રેલવે વ્યવહાર ખોરવાયો હતો. સાંજના સમયે ધોળા જંકશનમાં માલગાડીને ટ્રેક પરથી ઉતરી જતા અન્ય ટ્રેન પ્રભાવિત થઈ હતી.
ટ્રેન ઉતરી ટ્રેક પરથી: પીપાવાવપોર્ટથી ઉપડેલી ડબલ ડેકર માલગાડી સાંજના સમયે 4.45 કલાકે ધોળા જંકશન પહોંચતા ટ્રેક ઉપરથી ઉતરી ગઈ હતી. માલગાડીના ચાર વેગન ટ્રેક પરથી ઉતરી ગયા હતા. જો કે ચાર જેટલા વેગન ટ્રેક પરથી ઉતરી જતા બનેલા બનાવને પગલે ભાવનગરની 19 તારીખની ટ્રેનો પ્રભાવિત થઈ છે. જો કે બનેલી ઘટના બાદ રેલવે તંત્ર માલ ગાડીના વેગનને પુનઃ ટ્રેક પર લગાવવા માટે કામે લાગ્યા હતા.
આ પણ વાંચો Bhavnagar Crime: પોલીસ જવાન બુટલેગર બન્યો, 238 પેટી દારૂ સાથે ઝડપાયો
ટ્રેનમાં કેટલા કન્ટેનર: પીપાવાવ પોર્ટથી ઉપડેલી અને અમદાવાદ તરફ જતી ડબલ ડેકર માલગાડીના ચાર વેગન ધોળા જંકશન સ્ટેશનમાં ઉતરી ગયા હતા. જેને પગલે રેલવે તંત્રએ કામગીરી હાથ પર લીધી હતી. અંદાજે 90 જેટલા કન્ટેનર લઈને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. ત્યારે બનેલી આ ઘટના બાદ 19 તારીખની રાતની બધી ટ્રેન 3 કલાક લેટ થઈ હતી. જોકે, રેલવે તંત્રએ પછીથી રીપેરિંગ કામ કરીને મુંબઈ તરફ જતી ટ્રેનને પ્રાથમિતા આપીને ટ્રેન રવાના કરાવી હતી.
ભાવનગરના ધોળા જંકશનમાં માલગાડી રસ્તા ઉપરથી ઉતરી જવાને બદલે સાત જેટલી ટ્રેનો ત્રણ કલાક મોડી ઉપડી છે. જેમાં ભાવનગર બાંદ્રા, તેમજ અન્ય ભાવનગર બાંદ્રા, મહુવા થી સુરત, ભાવનગર થી ઓખા, ભાવનગર થી બોટાદ, ધોળા થી મહુવા તેમજ મહુવા થી ભાવનગર આવી રહેલી ટ્રેન શોર્ટ ટર્મિનેટ લીલીયા મોટા થી ભાવનગર વચ્ચે થઈ હતી. જો કે રેલવે વેગન ટ્રેનનપર લાવવા કમરકસી છે-- રેલવે ડિવિઝનના DCM માશુક અહેમદ