ભાવનગરઃ નવરાત્રી પૂરી થતા જ દિવાળી પહેલા દરેક ઘરમાં વાર્ષિક સફાઈ અભિયાન (Diwali Preparation bhavnagar) શરૂ થાય છે. એ પછી જૂના દીવા તૂટ્યા હોય તો નવા દીવાની ખરીદી શરૂ થાય છે. ડિજિટલ યુગ ભલે આવ્યો પણ માટીના દીવાનું સ્થાન હજું પણ યથાવત છે. હજું પણ કેટલાક ઘરમાં સાંજના સમયે દીવા થાય છે. જેને પછીથી મંદિરમાં કે આંગણે મૂકી (Diya Selling Bhavnagar) દેવાય છે. આ માટે કુંભારો માટી મહેનત કરીને લાવી રહ્યા છે. સહ પરિવાર સાથે કોડિયા બનાવી રહ્યા છે.
બે વર્ષ બાદ મોટી આશાઃ આ વર્ષે કોરોના મહામારી બાદ કુંભારોએ દીવડાઓ બનાવ્યા છે. ખરીદી જેવી જોઈએ તેવી લોકોની નહીં થતા થોડી ચિંતા જરૂર છે. દિવડાના ભાવ શુ ? અને કેમ બને છે દીવડા ? એ અંગે એક કુંભારે દિલ ખોલીને વાત કરી છે. ભાવનગરમાં દીવડા બનાવતા કુંભારો માટે રજવાડાએ ખાસ જગ્યા ફાળવેલી છે. જે શહેરના બાહ્ય ભાગમાં આવેલી છે. ભાવનગરના નવા બંદર તરફ જતા રોડ પર કુંભારો મોટી સંખ્યામાં રહે છે.
દીવડાઓ બનાવતા કુંભારભાઈઓમાં એક વ્યક્તિ રોજના 800 દીવડા બનાવવાની કળા ધરાવે છે. ચાકડા પર દીવડા બનાવવા માટે ચીકલો નામની માટી દરિયાની ખાડીમાંથી લાવવામાં આવે છે. ચીકલો માટીમાં અન્ય રેતી વગેરે ઉમેરીને લોટ બનાવ્યા બાદ ચાકડા પર દીવડાઓ, માટલાઓ સહિતની ચીજનું નિર્માણ કુંભારભાઈ પોતાની કળાથી કરે છે. LOCAL FOR WOKAL છે જો ખરીદી થાય તો અમને કાંઈક મળી રહે.--વિજયભાઈ
ભઠ્ઠામાં શેકવા પડેઃ ભાવનગરમાં એક સ્ટીલ કાસ્ટ કમ્પની પાસે અને બીજી કુંભારવાડા વિસ્તારમાં કુંભારભાઈઓની વસાહત આવેલી છે. માટીના દીવડા બનાવ્યા બાદ તેને ભઠ્ઠામાં શેકવવા પડે છે. જેથી તેની મજબૂતાઈ આવે છે. આ ભઠ્ઠામાંથી થતા ધૂમાડાના કારણે રજવાડામાં કુંભારભાઈઓને શહેર બહાર વસાહત માટે જમીન ફાળવાઈ હતી. આજે દિવાળી નજીક છે ત્યારે ભાવનગરમાં કુંભારભાઈઓને ગત વર્ષે LOCAL FOR WOKALનો મળેલો થોડો સાથ બાદ પ્રજા પાસે હવે વધુ અપેક્ષા સેવી છે. ગત વર્ષે 1 રૂપિયામાં કોડિયું વહેચાતું હતું આ વર્ષે 2 રૂપિયા કર્યા છે. જો 5 રૂપિયા મળે તો સારું રહે પણ સાદા કોડિયાની ઓછી ખરીદી થાય છે.
માટીના દિવડાથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. માટી એટલે પંચ મહાભૂત કહેવામાં આવે છે જેમાં હવા,પાણી,તેલ,આકાશ અને જમીન પાંચેય તત્વનો સમાવેશ હોઈ છે. માટીનો દીવડો પ્રગટાવવાથી ઘરમાં ઉર્જા પોઝિટિવ ઉભી થાય છે અને ઘરમાં રહેલી નેગેટિવ ઉર્જા નાશ પામે છે. જ્યારે પ્લાસ્ટિકના દીવડામાં ઉર્જા થતી જ નથી.--કિશન જોશી