ETV Bharat / state

દિલ્હીની લડાઈ કોંગ્રેસની નહીં પણ ખેડૂતોની છે અને કોંગ્રેસનું તેને સમર્થન છેઃ લાલજી દેસાઈ - લાલજી દેસાઈ

ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસે કૃષિ કાયદાના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ભાવનગરમાં હાજર રહ્યાં હતાં. લાલજીભાઈ સહિત સ્થાનિક પ્રમુખો અને નેતાઓએ હાલની કેન્દ્રની સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને દિલ્હીની લડાઈ કોંગ્રેસની નહીં પણ ખેડૂતોની છે અને કોંગ્રેસનું તેને સમર્થન હોવાનું કહીને પ્રહારો કર્યા છે.

દિલ્હીની લડાઈ કોંગ્રેસની નહી પણ ખેડૂતોની છે અને કોંગ્રેસનું તેને સમર્થન છેઃ ભાવનગરમાં લાલજી દેસાઈ

author img

By

Published : Dec 22, 2020, 8:00 PM IST

  • કોંગ્રેસ રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ યોજી પ્રેસ કોન્ફરન્સ
  • ચાલી રહેલા ખેડૂત આંદોલનને અમે સમર્થન આપીએ છીએ - લાલજી દેસાઈ
  • મોદી સરકાર પર કર્યા તીખા પ્રહારો

    ભાવનગરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ત્યારે કૃષિ કાયદાને લઈ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ રાષ્ટ્રીય સેવાદલના અધ્યક્ષ લાલજી દેસાઈ દ્વારા ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ કિસાનોને બરબાદ કરવાવાળી સરકાર છે તેમજ ખેડૂતો અને કૃષિ જગતને બરબાદ કરવાનો કાયદો પાસ કરવા તંત લઈને બેઠી છે. પરંતુ ખેડૂતો આ કાયદાનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યાં છે અમે તેને સમર્થન આપીએ છીએ. ખેડૂતો સાથે સદભાવના દાખવીએ છીએ અને આવનાર દિવસોમાં જરૂર પડ્યે કાયદાનો વિરોધ કરવા કોંગ્રેસ દરેક જિલ્લામા જઇ ખેડૂતો સાથે વાતચીત કરી આગળની રણનીતિ તૈયાર કરી સરકારને ધોબી પછાડ આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    ખેડૂતો સાથે વાતચીત કરી આગળની રણનીતિ તૈયાર કરી સરકારને ધોબી પછાડ આપવાની ચીમકી

  • લાલજીભાઈ સહિત સ્થાનિક પ્રમુખો અને નેતાઓ ઉપસ્થિત

    ભાવનગરમાં સાગર કોમ્પ્લેક્સમાં શહેર કોંગ્રેસ કાર્યાલયે રાષ્ટ્રીય કક્ષાની કોંગ્રેસમાં જોડાયેલા લાલજીભાઈ દેસાઈની ઉપસ્થતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને જિલ્લા સહકારી બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણી અને સ્થાનિક પીઢ નેતા ભરતભાઇ બુધેલીયા હાજર રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.