ભાવનગરઃ સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે ભાવનગર જિલ્લાનું મહુવા. મહુવા કાશ્મીર એટલા માટે કહેવામાં આવે છે કે મહુવાના શહેરની ફરતે નારીયેળીઓ આવેલી છે. શહેરના કાંઠે વહેતી માલણ નદી અને કાંઠે (Coconut cultivation in Gujarat)બાકી બાજુ નારીયેળીઓ કાશ્મીર જેવો માહોલ ઉભો કરે છે. પરંતુ અફસોસ કે એક વર્ષ પૂર્વે તૌકતે વાવાઝોડામાં નારીયેળીઓ નષ્ટ થઈ ગઈ છે. નારીયેળીઓના ખેડૂતોને (Coconut production in Mahuva )શું લાભ મળ્યો છે ? શું દરિયાઈ કાંઠાવાળા લોકો માટે નારીયેળની ખેતી લાભદાયક છે ? જાણો
મહુવામાં તૌકતે વાવાઝોડામાં નુકશાન કેટલું સૌરાષ્ટ્રના કાશ્મીરની નારીયેળીઓની શું હાલત
ભાવનગર જિલ્લાનું મહુવા એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર જે નારીયેળીઓથી ઘેરાયેલું છે. પરંતુ તૌકતે વાવાઝોડામાં (Storm in Gujarat )મહુવાની 200 થી વધુ નારીયેળીઓ નષ્ટ થઈ હતી. મહુવાની રોનક નારીયેળીઓથી હોઈ ત્યારે નારીયેળીઓ વાવાઝોડાના(Cyclone Tauktae) પવનના કારણે ધ્વસ્ત થઈ તો કોઈ અધ વચ્ચેથી ભાંગી ગઈ હતી. મહુવામાં છેલ્લા પાંચ વર્ષમાં નારીયેળીઓ જોઈએ તો હેકટરમાં આ પ્રમાણે હતી.
- 2016 - 3586 હેકટરમાં
- 2017 - 3600 હેકટરમાં
- 2018 - 3603 હેકટરમાં
- 2019 - 3605 હેકટરમાં
- 2020 - 3612 હેકટરમાં
- 2021 - 3395 હેકટરમાં
હવે સમજી શકાય છે કે પાંચ વર્ષ પહેલાં નારીયેળીઓ ઓછી હતી. જેમાં થોડા અંશે વધારો થયો પણ તૌકતે વાવાઝોડાથી 217 જેટલી નારીયેળીઓ ધ્વસ્ત થઈ અને 2020 ની સરખામણીએ 2021માં ઓછી થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ભાવનગરમાં વાવાઝોડાના કારણે કુલ 31,000 હેકટર પાકોમાં ભારે નુકસાન: સર્વે
વાવેતર ક્યાં જિલ્લામાં અને વાવાઝોડામાં શું વળતર મળ્યું
ભાવનગર જિલ્લાના ઘોઘાથી લઈને મહુવા સુધી દરિયાઈ કાંઠે ખેડૂતો નારીયેળીનું વાવેતર કરે છે. સૌથી વધુ મહુવામાં વાવેતર થાય છે.મહુવામાં બાગાયત વિભાગની નર્સરી છે જેમાં ખેડુતોને રોપા પણ આપવામાં આવે છે. બાગાયત અધિકારી એમ બી વાઘમસીએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં 100 કરતા વધુ નારીયેળી ખતમ થઈ ગઈ હતી. સરકારે વાવાઝોડામાં પાક ફળોમાં આવતા 12,211 ખેડૂતોને વળતર આપ્યું છે. જેમાં નારીયેળીના ખેડૂતોનો સમાવેશ થઈ જાય છે. એક હેકટર દીઠ ખેડૂતને 1 લાખ જેવી સહાય મળી છે. આ સિવાય સરકારની યોજના તળે વાવેતર કરતા ખેડૂતને 50 ટકા વાવેતરના સહાયરૂપે આપવામાં આવે છે. હાલ કોઈ રોગ નારીયેળીમાં જોવા મળતો નથી.
મહુવાના કેટલા નારીયેળનું ઉત્પાદન મહિને અને શું ભાવ તો વપરાશ શું
ભાવનગરના મહુવાના યાર્ડમાં નારીયેળની હરરાજી કરવામાં આવે છે. આ નારીયેળ વિશે મહુવા યાર્ડના સેક્રેટરી વિશાલ પાંચાણીએ જણાવ્યું હતું કે શિયાળાના પ્રારંભ થતા નારીયેળની આવક શરૂ થાય છે. 20 હજાર નારીયેળની રોજની આવક હોઈ છે જે નવેમ્બર ડિસેમ્બર આવતા ક્યારેક 80 હજાર તો ક્યારેક 1 લાખ નંગ સુધી પોહચી જાય છે. આ નારીયેળ ઓછા પાણી વાળા હોઈ છે. મહુવાના નારીયેળ ધાર્મિક કાર્યમાં શ્રીફળ રૂપે વપરાય છે. નારીયેળનો યાર્ડમાં ભાવ શરૂઆતમાં એક નંગના 6 રૂપિયાથી 19 રૂપિયા હોઈ છે. નવરાત્રી કે તહેવાર આવવાના સમયે ભાવ 15 થી 20 રૂપિયા ભાવ રહે છે.
આ પણ વાંચોઃ 500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર