ભાવનગર: શહેરની જિલ્લા જેલમાંથી કલેક્ટરના આદેશ બાદ પાકા કામના 14 કેદીઓને(Prisoners released in Bhavnagar jail ) મુક્ત કરવામાં આવ્યા છે. પેરોલ પર આ કેદીઓને મુક્ત કરીને પોલીસે કેટલોક અનુરોધ પણ કર્યો છે ત્યારે જાણીએ શુ અનુરોધ કેમ મુક્તિ.
બે માસની પેરોલ માટે મુક્ત
ભાવનગર જિલ્લા જેલમાંથી (Bhavnagar District Jail )આજરોજ 14 જેટલા પાકા કામના કેદીઓને સરકારની કોરોના ગાઈડલાઈનના અનુસંધાને મુક્તિ મળી હતી. બે માસની પેરોલ માટે મુક્ત કરવામાં આવેલા કેદીઓને પોલીસ તંત્ર (Bhavnagar District Police)દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે અને બે માસ શાંતિપૂર્ણ વિતાવે તેમ અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
જિલ્લા જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી મુક્ત
ગુજરાત સરકારે કોરોનાની ત્રીજી (Corona cases in Gujarat )લહેરને પગલે હાઇકોર્ટમાંથી લીધેલી મંજૂરી બાદ ભાવનગર જિલ્લામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીઓને બે માસ માટે મુક્ત કરવા આદેશ કરાયો હતો. ભાવનગર કલેકટરના આદેશથી ભાવનગર જિલ્લા જેલ દ્વારા 16 જેટલા પાકા કામના કેદીઓને મુક્ત કરવા આદેશના પગલે આજે 14 જેટલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Digital Justice Clock: ગુજરાત હાઈકોર્ટ દેશભરમાં પ્રથમ ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત
પોલીસે શું કરી અપીલ મુક્ત થયેલા કેદીઓને
ભાવનગર જિલ્લા જેલમાં પાકા કામના 14 કેદીઓને સવારે મુક્ત કરતાની સાથે પોલીસ તંત્ર દ્વારા આ કેદીઓને બે માસની પેરોલમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અને પોતાના પરિવાર સાથે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે ધ્યાનમાં લઈને સમય વિતાવવા અનુરોધ કર્યો છે. સાથે બે માસ બાદ શાંતિપૂર્ણ રીતે જિલ્લા જેલમાં પરત ફરે તેવી વિનંતી પણ કરી છે.
આ પણ વાંચોઃ Rift in SPG : લેટરપેડ ફેક નથી, તમામ લોકોની સત્તાવાર નિમણૂક કરાઈ હોવાનો પૂર્વીન પટેલનો દાવો