- 45 લોકોની ટીમ રાત દિવસ સ્મશાનમાં સેવા આપે છે
- ડો. હેડગેવાર સેવા સમિતિના કાર્યકરો આપે છે સેવા
- મૃતદેહો રઝળે નહિ તેવી વ્યવસ્થાઓ કરે છે નાગરિકો
ભાવનગર: શહેરમાં સ્મશાનમાં મૃતદેહોની લાઈન લાગી છે, ત્યારે મૃતદેહો રઝળે નહિં માટે કેટલીક સમિતિઓ અને વિહિપ સહિતના કેટલાક સંસ્થાકીય લોકો પોતાની ફરજ બજાવી રહ્યા છે, માનવસેવાના ઉત્તમ ઉદાહરણ તરીકે 45 લોકોની ટીમ રાત દિવસ સ્મશાનમાં સેવા આપી રહી છે.
આ પણ વાંચો:લોકડાઉન દરમિયાન ભુખ્યાને ભોજન, બોટાદના નાગરિકોની અનોખી લોકસેવા
સ્મશાનના નામથી લોકો ડરે છે ત્યાં રાત દિવસ સેવા કરતા લોકો
ભાવનગરના ચાર સ્મશાનમાં આવતા મૃતદેહો અને તેના પરિવારજનો મુશ્કેલી અનુભવે નહિ માટે કેટલીક સંસ્થાઓના કાર્યકરો માનવ સેવાનું ઉત્તમ બીડું ઉપાડ્યું છે, ડો. હેડગેવાર સેવા સમિતિના કાર્યકરો અને વિહિપના કાર્યકરો સ્મશાનની સેવા કરે છે. સંસ્થાના કાર્યકરો રાત દિવસ સ્મશાનમાં રહે છે અને સ્મશાનમાં લાકડાઓ ગોઠવવાનું કામ કરે છે. રાત્રે જ્યાં જતા પણ લોકો ડરે છે, ત્યાં રાત દિવસ કાર્યકરો લાકડા ગોઠવવાનું કામ કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો: લોકડાઉન દિવસ 11ઃ 'માનવ સેવા એજ પ્રભુ સેવા', કચ્છમાં લોકોના ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે શાકભાજી
અસ્થિની તકલીફ નથી અને બહારથી આવતા લોકોની વ્યવસ્થા તો લાકડાના દાનની માંગ
ભાવનગર ચિત્રા, ગોરડ, કુંભારવાડા અને રુવા સ્મશાનમાં લાકડાઓની તંગી ઉભી થઈ રહી છે, ત્યારે ડો. હેડગેવાર સેવા સમિતિના સભ્યોએ જિલ્લામાં અને શહેરમાં જેની પાસે લાકડાઓ છે, તેને સ્મશાનમાં દાન કરવા માટે અપીલ કરી છે. આ સાથે અમરેલી, બોટાદ, વેરાવળ, બગસરા તરફથી આવતા દર્દી અને તેના મૃત્યુ બાદ પરિવારજનો ચિંતામાં હોઈ છે, ત્યારે તેમને આશ્વાસન આપવું અને લાકડાઓ સહિતની ચિતા તૈયાર રાખવામાં આવે છે, જેથી પરિવારનો સમય બગડે નહિ અને અન્ય મૃતદેહો રઝળે નહિ તેવી વ્યવસ્થાઓ કરાયેલી છે. અસ્થિને લઈને કોઇ તકલીફ નહિ હોવાનું હેડગેવાર સેવા સમિતિના સભ્યે જણાવ્યું હતું, કારણ કે, અસ્થિઓને પરિવારના સભ્યો સાથે લઈ જાય છે.