પેકેજ ૧ R_GJ_BVN_22JUN_01_ST_KHATMUHARAT_PRITI
૨ R_GJ_BVN_22JUN_02_CM_ST_LOKARPAN_PRITI
બન્ને પેકેજની સયુંકત સક્રીપ્ટ છે.
વિઝયુલ મોજોથી મોકલ્યા છે.
(નોંધ : mojo કિટથી મુખ્યમંત્રીના કાર્યક્રમનુ કવરેજ કર્યુ છે.
બે અલગ અલગ પેકેજ બનાવ્યા છે જેમાં પહેલું પેકેજ ભાવનગર ખાતે એસટી બસ સ્ટેન્ડ ના ખાતમુરત વિધિ સમારોહનું છે જ્યારે બીજું પેકેજ ભાવનગર શહેરના જવાહર મેદાનમાં યોજાયેલી વિવિધ લોકાર્પણ કાર્યક્રમો અંગેનું છે. બંને કાર્યક્રમ એક જ હોવાથી બંનેની સંયુક્ત સ્ક્રિપ્ટ લખી છે. મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત વિધિ સ્થળે બાઇટ આપ્યું ન હતું માત્ર લોકાર્પણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ બાઈટ આપ્યું હતું.)
ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ તકે મુખ્યમંત્રીએ
ગુજરાત એસ ટી નિગમની એક જ દિવસમાં 84 કરોડના પ્રજાલક્ષી કાર્યોની ભેટ પ્રજાજનોને આપી હતી. જેમા મુખ્યત્વે રૂ. 50 કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત 21 બસ સ્ટેશન તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે તૈયાર થનાર 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. તો ભાવનગર શહેર મધ્યે પાનવાડી નજીકના એસટી બસ સ્ટેન્ડ ને રૂપિયા 10 કરોડના ખર્ચે બનાવવા યોજાયેલ ખાતમુહૂર્ત વિધિમાં પણ ખાસ હાજરી આપી હતી.
ભાવનગરના આંગણે યોજાયેલા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિધિ પ્રસંગે યોજાયેલ જાહેર સમારંભને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે રાજ્યના સામાન્યમાં સામાન્ય માનવીને અને દરેક નાગરિકોને વાહનવ્યવહારની સારી અને સરળ સુવિધા મળે તે હેતુસર એસ.ટી.ને નફાનું સાધન નહીં, પણ સેવાનું સાધન બનાવ્યુ છે.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, નફો કરવો તે સરકારનું કામ નથી. સત્તા એ સેવાનું સાધન બને તે માટે અમે બદલાતી ટેક્નોલોજી સાથેનાં નવીન સાધનો અને ટેક્નોલોજીનો વિનિયોગ કરી નાગરિક સેવાઓને વધુ સુદૃઢ બને તે દિશામાં કાર્યરત છીએ.
ભાવનગરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રૂ. 50 કરોડના ખર્ચે નવનિર્મિત 20 બસ સ્ટેશનનું લોકાર્પણ તેમજ રૂ.32.09 કરોડના ખર્ચે 3 બસ સ્ટેશન અને 2 સ્ટાફ કોલોનીનું ઈ-તકતી દ્વારા ખાતમુહૂર્ત કર્યું હતું તથા નવીન મીડી બસ, સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી સહિત કુલ 131 જેટલી બસ અને ટ્રાફિક એજ્યુકેશન અવેરનેસ મોબાઇલ (TEAM) વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારે છેવાડાના ગામ સુધી પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવી છે. તેથી જ રાજ્યના દરેક ગામમાં એસ.ટી. બસની ઓછામાં ઓછી એક ટ્રીપ ઉપલબ્ધ બને, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.
તેમણે કહ્યું કે, અત્યાધુનિક બસો નાગરિકોની સેવા માટે મૂકી છે. બસ સ્ટેશન પણ એરપોર્ટ જેવા સુવિધા સભર આધુનિક બનાવી, બસપોર્ટ બનાવ્યાં છે.આવનારા દિવસોમાં રાજ્યમાં પર્યાવરણ પ્રિય જાહેર પરિવહન સેવા માટે ઇલેટ્રીક બસ નો પ્રયોગ કરવાની પણ નેમ મુખ્યમંત્રીએ દર્શાવી હતી.તો, લોકોને બસની વધુ સારી સુવિધા મળે તે માટે બસમાં જી.પી.એસ. ટ્રેકર લગાવ્યાં છે, જેથી નાગરિકોને બસ ક્યાં છે અને ક્યારે પહોંચશે તેની રીઅલ ટાઇમ જાણકારી મલી શકે.
એસ.ટી.માં દરરોજ 25 લાખ લોકો મુસાફરી કરે છે.એસ.ટી. ન માત્ર સારી સેવા, પરંતુ સલામત સેવા પણ પૂરી પાડે છે. આટલાં વર્ષોમાં મુસાફરી કરતી બહેનો કે વિદ્યાર્થિનીઓની એક પણ ફરિયાદ આવી નથી તે એસ.ટી.ની સલામત સવારીનું ઉત્તમ ઉદાહરણ છે.
આ તકે મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત થનાર અને નવનિર્મિત બસ સ્ટેશન તેમજ સ્ટાફ કોલોની સહિતના 13 સ્થળે ઉપસ્થિત પદાધિકારીઓ અને નાગરિકો સાથે સીધો સંવાદ સાધતા જણાવ્યું કે, રાજ્યમાં નવીન બનેલ બસસ્ટેશન બસપોર્ટ પ્રકારના બનાવવામાં આવ્યાં છે, ત્યારે આ બસ સ્ટેશનમાં ગંદકી ન થાય, લોકો પાનની પીચકારી મારીને ગંદકી ન ફેલાવે અને બસ સ્ટેશનને સ્વચ્છ અને ચોખ્ખું બનાવી રાખે તે આપણી સામૂહિક જવાબદારી છે.આ તકે મુખ્યમંત્રીએ બસને પ્રસ્થાન કરાવી, બસમાં ચઢીને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થયેલ તેમજ ખાતમુહૂર્ત થયેલ બસ સ્ટેશનમાં સુરત જિલ્લાના માંડવી, બારડોલી(હાઈવે), કડોદરા, ખેડા જિલ્લાના સોજીત્રા, ઠાસરા, ડાકોર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર, આણંદ, અમદાવાદના વિરમગામ, મોરબી(જુનુ), સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા, ભાવનગર જિલ્લાના ગઢડા, મહેસાણા, જામનગર જિલ્લાના જામજોધપુર, અમરેલી જિલ્લાના દામનગર, ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, પંચમહાલ જિલ્લાના શહેરા અને વેજલપુર તથા સાબરકાંઠા જિલ્લાના માલપુર ખાતે મળીને રૂપિયા બાવન કરોડનાં ખર્ચે તૈયાર થયેલા કુલ 21 નવીન બસ સ્ટેશનનો સમાવેશ થાય છે તથા સ્ટાફ કોલોનીમાં રૂ.32.09 કરોડના ખર્ચે ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર ખાતે તૈયાર થયેલ બસ સ્ટેશન તથા ભુજ-અમરેલી સ્ટાફ કોલોનીનો સમાવેશ થાય છે.
તો, વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યની જનતાની પરિવહન સેવામાં અહર્નિશ સેવારત છે. સમાજજીવનની સમસ્યાઓને ધ્યાનમાં રાખે આધુનિક સેવાઓને આમેજ કરીને એસ.ટી.ની નવી-નવી સેવાઓ જાહેર જનતા માટે ઉપલબ્ધ બનાવે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
બાઇટ : વિજય રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત