ETV Bharat / state

Bhavnagar News: મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ડૉક્ટર્સની સંખ્યા વધારવા માટે મોદી સરકાર હોલિસ્ટિક એપ્રોચથી કાર્ય કરે છે

ભાવનગર શહેરમાં ભાજપ કાર્યાલયની સ્થાપના 11 ઓગસ્ટ, 2012માં કરવામાં આવી હતી. જેને 11 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટના રોજ સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જો કે સ્થાપના દિવસની ઉજવણી અને હાલ દેશમાં ચાલી રહેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમને પગલે ચર્ચા વિચારણા પણ થઈ હતી.

મનસુખ માંડવિયાનું ફૂલહારથી સ્વાગત
મનસુખ માંડવિયાનું ફૂલહારથી સ્વાગત
author img

By

Published : Aug 11, 2023, 6:51 PM IST

ભાવનગરની મુલાકાતે મનસુખ માંડવિયા

ભાવનગરઃ 11 ઓગસ્ટે શહેરમાં ભાજપ કાર્યાલયને 11 વર્ષ પૂર્ણ થયા અને 12મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. 12મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયા ભાજપ કાર્યાલયે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.માંડવીયા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત પોતાના ગામમાં પણ હાજરી આપવાના છે. સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસકાર્યો અને તબીબ ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરી મનસુખ માંડવિયાએ જણાવી હતી.

મહાનુભાવો ઉપસ્થિતઃ ભાવનગર શહેરમાં ભાજપ કાર્યાલયની સ્થાપના 11 ઓગસ્ટ, 2012માં કરવામાં આવી હતી. જેને 11 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટના રોજ સ્થાપના દિવસ નિમિત્તે ભાજપના કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ હાજરી આપી હતી. જો કે સ્થાપના દિવસની ઉજવણી અને હાલ દેશમાં ચાલી રહેલા મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમને પગલે ચર્ચા વિચારણા પણ થઈ હતી.

ગાંધીજીએ કહ્યું હતું સ્વચ્છતા ત્યાં પ્રભુતા. દેશમાં સ્વચ્છતાને લઈને જે કામો થયા તેની વિશ્વ કક્ષાએ સંશોધન કરનારી એજન્સીઓએ નોંધ લીધી છે. જો કે ભારતના સો વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 25 વર્ષ બાકી છે તેને અમૃતકાળ તરીકે ઉજવવા વડાપ્રધાને જણાવ્યું છે. આથી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત હું ભાવનગર આવ્યો છું. મારા ગામ હણોલ ખાતે પણ મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ઘરે ઘરે જઈને એક છોડ, બે ચોખાના અથવા તો બે મગના દાણા સ્વીકાર કરીશ...મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય પ્રધાન)

તબીબોની સંખ્યા વધશેઃ દેશમાં તબીબોની અછત મુદ્દે માંડવિયાએ મોદી ગર્વમેન્ટની કાર્યપદ્ધતિ જણાવી હતી. તેમણે મેડિકલ કોલેજની સંખ્યા વધારીને મેડિકલ બેઠકોમાં વધારો કેવી રીતે કરવામાં આવી રહ્યો છે તેની આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તબીબોની ઘટ એક લાંબા સમયથી જનતાને પીડતી સમસ્યા છે મોદી ગર્વમેન્ટ તેમાં હોલીસ્ટિક એપ્રોચથી કાર્ય કરી રહી છે.

મોદી ગવર્મેન્ટની એક વિશિષ્ટતા એ છે કે અમે એક હોલિસ્ટિક એપ્રોચ સાથે આગળ વધી રહ્યા છીએ. ભૂતકાળમાં તૂટક બહુ કામ થતું પણ હવે ટોટલમાં કામ થવું જોઈએ.ડોક્ટર ઓછા હોવાની વર્ષો જૂની સમસ્યાનું સમાધાન મોદી ગર્વમેન્ટ લાવી છે. 2014 પછી હોલિસ્ટિક એપ્રોચ સાથે દેશમાં 1000 લોકો સામે એક ડોક્ટર થાય તેવા પ્રયાસ શરૂ કરાયા છે. એમબીબીએસની બેઠક 54 હજાર હતી તે 1.07 લાખ કરાઇ છે મેડિકલ કોલેજ 350 હતી તે 707 થઈ છે. ભાવનગર હોસ્પિટલમાં પણ સતત નિયુક્તિ થશે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. આપણા દેશના વિદ્યાર્થીઓ આપણા દેશમાં જ ડૉક્ટર બને તેવા પ્રયાસો થઈ રહ્યા છે... મનસુખ માંડવિયા (કેન્દ્રીય આરોગ્ય પ્રધાન)

  1. આરોગ્ય કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે કેન્દ્ર પ્રતિબદ્ધ : માંડવિયા
  2. Rajkot AIIMS : રાજકોટ એઈમ્સને ઓક્ટોબરમાં જનતા માટે ખુલ્લી મુકાશે: મનસુખ માંડવીયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.