- મહુવામાં પ્રાથમીક શાળાઓમાં ધોરણ 1 થી 8 ના વર્ગોમાં શિક્ષણ શરૂ
- કોવિડ 19 ની સરકારની ગાઇડલાઈનનું ઉલ્લંધન
- શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
મહુવા : જિલ્લાની પ્રાથમીક શાળા નંબર 5 અને 15 માં શિક્ષણ શરૂ હતું અને સરકાર દ્વારા જાહેર ગાઇટલાઇનનું ઉલ્લંધન પણ કરવામાં આવ્યું હતું. સરકારની ગાઇડલાઈન મુજબ હાલમાં કોરોના મહામારીનો સમય છે, સરકારે 22 માર્ચથી સ્કૂલ કોલેજ બંધ કર્યા હતા અને બંધ રાખવાના સખ્ત આદેશ આપ્યા હતા. છતાં મહુવાની પ્રાથમિક શાળા ન. 5 અને 15 માં વિદ્યાર્થીઓને ફોન કરીને બોલાવીને અભ્યાસ કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી.જોકે આ વિષય પર એક વિદ્યાર્થીનીને પૂછતા તેણે આ અંગે જણાવ્યું કે, ઘરે ફોન કરીને અમને બોલાવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ
મીડિયાને જાણ થતા અને ગાંધીનગર સુધી વાત પહોંચતા શિક્ષણ અધિકારીને આ અંગે પૂછતા તેઓએ આ વાત જાણતા ન હતા અને મીડિયા દ્વારા તેમને ખબર જાણ થઇ છે તેમ જણાવ્અયું હતું.જે બાદ તેમણે તપાસના આદેશ આપ્યા છે અને તે માટે જે લોકો જવાબદાર હશે તેમના સામે કડક પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
શાળામાં કરાવતા હતા બાળકો પાસે સફાઇ
શાળા નબંર 5 માં ETV ભારતની ટીમ જ્યારે પહોંચી તો જાણવા મળ્યું કે, બાળકો શિક્ષણ સાથે સફાય પણ કરતા હતા. જ્યારે આ બાબત વિશે પ્રિન્સિપાલને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, અમને નગરપાલિકા તરફથી સફાઈ કર્મચારીઓ ન મળતા હોવાથી અમે બાળકો પાસે સફાઇ કરાવીએ છીએ.