ETV Bharat / state

Board Exams 2023 : ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નિબંધનું મહત્વ, મોબાઇલના લાભાલાભ સહિત કયા નિબંધ પૂછાયા જૂઓ - મોબાઇલના લાભાલાભ

ગુજરાત બોર્ડ પરીક્ષા 2023ના પહેલા દિવસે ધોરણ 10માં પહેલું પેપર ગુજરાતી વિષયનું હતું. ગુજરાતી ભાષા આજકાલ સમાચારોમાં છવાયેલી છે. નવી પેઢી ગુજરાતી પેપર આપવામાં કેવો ઉત્સાહ દાખવે છે અને ખાસ કરીને લખાણ માટે નિબંધનો પ્રશ્ન મહત્ત્વનો હોય છે. ત્યારે વિદ્યાર્થીઓએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

Board Exams 2023 : ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં નિબંધનું મહત્વ, મોબાઇલના લાભાલાભ સહિત કયા નિબંધ પૂછાયા જૂઓ

author img

By

Published : Mar 14, 2023, 9:05 PM IST

વિદ્યાર્થીઓએ પોતાનો મત વ્યક્ત કર્યો

ભાવનગર : શહેર અને જિલ્લામાં ધોરણ 10ના વિધાર્થીઓ દ્વારા પ્રથમ પેપર આપ્યા બાદ ખુશ જોવા મળતા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને નિબંધમાં મહ્ત્વતા ગુજરાતીના પેપરમાં હોય છે. સૌથી વધુ માર્ક નિબંધમાં મળતા હોય છે.ત્યારે વિદ્યાર્થીઓને પૂછેલા નિબંધ મહત્વ વિશે ETV BHARATએ મત મેળવવા કોશિશ કરી હતી. સમગ્ર ગુજરાતની સાથે ભાવનગરમાં પણ ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ ધોરણ 10 ના પેપરને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા બાદના મંતવ્યો મેળવવાની કોશિશ કરાઈ હતી. ઈટીવી ભારતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તેમના પેપરને લઈને મત જાણ્યા હતા.

આ નિબંધો ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પૂછાયા હતાં

ભાવનગરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ અને નવા કેટલા વધ્યા સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેરમાં પણ ધોરણ 10 કલાકે સવારે પેપરની શરૂઆત થઈ હતી. 10:00 કલાકે દરેક કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓને આવકાર્યા બાદ પ્રથમ ગુજરાતી પેપર ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ આપ્યું હતું. ભાવનગર જિલ્લામાં કુલ 39,728 ધોરણ 10ના વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. કોરોના કાળમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પગલે ચાલુ વર્ષે વિદ્યાર્થીની સંખ્યામાં 163નો વધારો થયો છે.

આ પણ વાંચો Board Exam 2023 : પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે પત્નીને બોર્ડની પરીક્ષા અપાવતો પતિ

પેપર બાદ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા મંતવ્યો : ભાવનગર શહેરમાં અને જિલ્લામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ ગુજરાતી પેપર આપવામાં આવ્યું હતું. ત્યારે ETV BHARAT એ વિદ્યાર્થીઓના પેપર આપ્યા બાદના મંતવ્ય જાણવાની કોશિશ કરી છે. જો કે પ્રથમ ગુજરાતી પેપર હોય ત્યારે ગુજરાતી પેપરમાં નિબંધનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે. ત્યારે ચાલુ વર્ષના પેપરમાં ત્રણ નિબંધો આપવામાં આવ્યા હતા.નિબંધને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પોતાના મત રજૂ કરાયા છે.

વિદ્યાર્થિનીને સહેલું લાગ્યું પેપર : તરવી ડાભીએ જણાવ્યું હતું કે ગુજરાતીનો પેપર હતું તે ખૂબ સહેલો હતું. નિબંધ ત્રણ હતા. જેમાં મેં ગામડા વિશે લખ્યું છે. ગામડાની પ્રસ્તાવના તેના ઉપસંહાર અને જે શહેરીકરણ થઈ રહ્યું છે તેના ઉપર લખ્યું છે. આમ જોઈએ તો બધા વિદ્યાર્થીઓને પેપર સહેલું લાગ્યું હશે.

રહેણીકરણી અને સંસ્કૃતિ ગમી : તૃષા રાજપુરાએ જણાવ્યું હતું કે પેપર સારું હતું અને સરસ હતું. અલગ અલગ ત્રણ નિબંધ આપવામાં આવ્યા હતા. જેમાં ગામડું બોલે છે અને મોબાઈલ ના લાભાલાભ જેવા નિબંધ હતા તેમાં મેં ગામડું બોલે છે ઉપર લખ્યું હતું. ગામડાની રહેણીકરણી અને સંસ્કૃતિ વિશે મેં લખ્યું છે.

આ પણ વાંચો Board Exam 2023 : શિક્ષણપ્રધાનોની પેપર ટ્રેકિંગ સીસ્ટમ પર નજર, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર જાહેર

અગાઉના બોર્ડ પેપર કરતા સહેલું લાગ્યું : જીયા પંડિતે જણાવ્યું હતું કે ગુજરાતીનું પેપર ખૂબ ઇઝી હતું. આ સાથે ત્રણ નિબંધ પણ હતા. નિબંધ અને સંક્ષેપ્તિકરણ હોવાને કારણે લખવામાં મજા આવી હતી. જો કે બીજા અગાઉના બોર્ડના પેપર કરતા આ પેપર સહેલું અને સરળ હતું. ત્રણ નિબંધો હતા જેમાં ગામડું બોલે છે મોબાઇલના લાભાલાભ ત્યારે મેં મોબાઈલના લાભાલાભ નિબંધ લખ્યો છે અને મને તેમાં લખવાની ખૂબ મજા આવી છે કારણ કે તેમાં મુદ્દાઓ વધુ હતા.

પર્યાવરણ જાગૃતિ પસંદ : ઉન્નતિ ગજ્જરે જણાવ્યું હતું કે ગુજરાતીનું પેપર સરળ હતું. તેમાં ત્રણ નિબંધ હતા. મેં એક બાળક એક વૃક્ષનો નિબંધ લખ્યો હતો. વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે. વરસાદ લાવે છે એટલે વૃક્ષને બચાવવા ખૂબ જ જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.